જામનગર શહેરમાં જરૂરિયાત મંદોને રાશન કીટનું વિતરણ

- જીવનજરૂરિયાતની ૧૨ વસ્તુઓ અપાઇ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ અને અમદાવાદ સંસ્થા કર્મા ફાઉન્ડેશન દ્વારા જામનગર વોર્ડ-૫ના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કોર્પોરેટર ડિમ્પલબેન રાવળ, ભાજપ અગ્રણી ભાનુભાઈ પટેલના, શહેર ભાજપ મહામંત્રી ડો. વિમલભાઈ કગથરા અને સંસ્થા યુનિટ ડિરેક્ટર દુષ્યંતભાઈ પંડ્યા, પ્રમુખ અંકિતભાઈ રાવળ હસ્તે કરાયું હતું. લોકડાઉન બાદ જરૂરિયાતમંદ લોકોને રસોઈ માટે જરૂરી ૧૨ વસ્તુઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રોજેકટ ડાયરેકટર મુકેશભાઇ પાઠક, પૂર્વ પ્રમુખ જગત રાવલ, નિમેશભાઇ ધ્રુવ, થોમશનભાઈ વિસ્તારના પ્રભાબેન ધામેચા વિગેરે હાજર રહ્યા હતા.
– રોહિત મેરાણી (જામનગર)
