જામનગર શહેરમાં ફ્રેન્ડશીપ ડેની સાદગીપૂર્વક ઉજવણી

Spread the love

દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ‘ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ તકે બાળકો, યુવાન, યુવતીઓ પોતાના મિત્રો સાથે મિત્રતા વધુ ગાઢ બને તે માટે એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જામનગરમાં બાળકો અને યુવાનોએ ફ્રેન્ડશીપ ડે એની ઘરમાં રહી સાદાઇથી ઉજવણી કરી હતી. બાળકો અને યુવાનોએ પોતાના મિત્રોને સોશિયલ મીડિયા પર ‘ફ્રેન્ડશીપ ડે’ના સંદેશા મોકલ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!