જામનગર શહેરમાં મેઘરાજાની મહેર થતાં ગરમીનું જોર યથાવત

Spread the love
  • હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું

જામનગરમાં ચાલુ વર્ષે મેઘરાજાની ધીંગી મેઘ મહેર કરી છે. આમ છતાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. ખાસ કરીને બપોરના સમયે આકરા તાપથી લોકો ત્રસ્ત બન્યા છે. જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસા પહેલા અને ચોમાસાનો વિધિવત આગમન બાદ મેઘરાજાએ સાર્વત્રિક મેઘા કૃપા વરસાવી છે. આમ છતાં હજુ ગરમીનું જોર યથાવત રહ્યું છે. ભાદરવા મહિનામાં ઉનાળા જેવા આકરા તાપ પડતા શહેરીજનો ત્રસ્ત બન્યા છે. છેલ્લા પુરા થતાં ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા નોંધાયું છે. વાતાવરણમાં ભેજને કારણે ગરમી સાથે બફારો પણ વધતા લોકો અકળાઈ ઉઠયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!