જામનગર GPCB અધિકારીના બે દી’ના રિમાન્ડ

જામનગર GPCB અધિકારીના બે દી’ના રિમાન્ડ
Spread the love
  • અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધી એસીબી દ્વારા સઘન પુછતાછ
  • રૂ.1009613ની રોકડ, સોનાની બે બંગડી સહિત રૂ.10.89 લાખની મતા કબ્જે

જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ-વન અધિકારીને એસીબીએ પાંચ લાખની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા જે બાદ ગાંધીનગર સ્થિત રહેણાંક ઝડપી લેવાતા પાંચ લાખથી વધુની રોકડ અને બે સોનાની બંગડી સહિત કુલ રૂ.10,89નો મુદામાલ કબજે કર્યો હતો. જે પ્રકરણમાં એસીબીએ તેની સામે ગુનો નોંધ બે દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી પદે ફરજ બજાવતા ક્લાસ-વન અધિકારી બી.જી.સુત્રેજાને ગાંધીનગર એસીબીએ રૂ.પાંચ લાખની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા જે બાદ તેના ત્યાંના રહેણાંક મકાનની ઝડપી લેવાના વધુ પાંચ લાખથી વધુની રોકડ રકમ અને સોનાની દસ દસ ગ્રામની બે બંગડી વગેરે મુદામાલ મળી આવતા એસીબીએ કબજે કરી તેની સામે અપ્રમાણસર મિલકત મામલે ફરિયાદ દાખલ કરી હતી.

ગાંધીનગર એસીબીની ટીમે તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરી તા.૧૭મી સુધીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અધિકારીના જામનગર સ્થિત નિવાસ ઉપરાંત સ્થાનિક ઓફિસ ખાતે પણ એસીબીની ટીમ દ્વારા ઝડપી કરાઈ હતી.

– રોહિત મેરાણી (જામનગર)

images-6.jpeg

Right Click Disabled!