જાહેરનામું ભંગ સબબ 18 શખ્સ સામે ફોજદારી

કોરોનાનું સંક્રમણ ન કરે તે માટેના જાહેરનામું ભંગ સબબ જામનગર શહેર-જિલ્લામાં વધુ ૧૮ શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેર-જિલ્લામાં સિકકા પાટીયા પાસે, મોટાવડાળા, શહેરમાં ગુલાબનગર, શાકમાર્કેટ પાસે, વુલનમીલ, ખેતીવાડી ગેટ સામે, રણજીતનગર, નિયત સમય મર્યાદા કરતા વધુ સમય દુકાનો ખુલ્લી રાખનાર દુકાનદાર અને વિના કારણે આંટાફેરા કરનાર ૧૮ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
– રોહિત મેરાણી (જામનગર)
