જિલ્લા કક્ષાનો ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સિવ ખેરવા ખાતે યોજાશે

જિલ્લા કક્ષાનો ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સિવ ખેરવા ખાતે યોજાશે
Spread the love

મહેસાણા
સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં આગામી ૧૭મી સપ્ટેઉમ્બ રે રાજ્ય સરકાર દ્વારા ‘‘જન ઉમંગ ઉત્સીવ’’ – ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવનાર છે.જે અતંર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ મહોત્સવની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં આ મહોત્સવની ઉજવણીને પગલે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવવ રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાનાર છે. આ ઉપરાંત રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્લાક, તાલુકા મથકો સહિતી ૧,૦૦૦થી વધુ સ્થ ળોએ જનસમૂહો-સાધુસંતો-સેવા સંસ્થાકઓ, સમાજ શ્રેષ્ઠીિઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સાવની ઉજવણી થનાર છે

જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે નર્મદા યોજનાના સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુ ભરાતા સરકારશ્રી દ્વારા રાજ્ય વ્યાપી ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. મહેસાણા જિલ્લામાં આ યોજનોનો વિશેષ લાભ મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયત બેઠકના એક-એક ગામ સહિત તમામ પાલિકાઓમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખેરવા ખાતે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ને મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકે યોજાનાર છે.

જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્સવ સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો પ્રજાજનોની સહભાગિતાથી ઉમંગ ઉલ્લાસભેર ઉજવવામાં આવનાર છે. જિલ્લામાં નર્મદા અને કડાણાના વધારાના વહી જતા પાણીને સુજલામ સુફલામ કેનલામાં વાળી જિલ્લામાં ૪૫ કિ.મી ચાર મીટર ઉંડી કેનાલને ભરવા સહિત ચાર નદીઓમાં જરૂરીયાત મુજબ પાણી આપી રીચાર્જની કાર્યવાહી કરાઇ રહી છે. જિલ્લામાં ૫૦ થી વધુ ચેકડેમો સહિત ૧૮૫ તળાવો કેનાલ થકી ભરાઇ રહ્યા છે.જિલ્લામાં ચીમનાબાઇ સરોવર અને ધરોઇ ડેમમાં જરૂરીયાત પ્રમાણે પાણી ભરાઇ રહ્યું છે.

મહેસાણા જિલ્લા કક્ષા સહિત તમામ ગામોમાં ૧૭ સપ્ટેમ્બર મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકથી કાર્યક્રમની શરૂઆત થનાર છે.જેમાં નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળસ્ત્રોની સાફ-સફાઇ,લોક માતા નર્મદા નીરના વધામણાં,શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહા આરતી કરવામાં આવનાર છે.મહા આરતી બાદ વૃક્ષારોપણ થકી ગ્રીન મહેસાણાની નેમને સાકાર કરવામાં આવશે
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,અગ્રણી નિતીનભાઇ પટેલ,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.‘

Right Click Disabled!