જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધ સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો સપાટો

Spread the love
  • 21 વર્ષ કરતા ઓછી હોવા છતાં વિશ્વેશ્વર મહાદેવ રાજપીપળા મુકામે ફુલહાર, મંગળસૂત્ર અને સિંદૂર પૂરી લગ્ન કરતા ફરિયાદ.

રાજપીપળા : 21 વર્ષ કરતા ઓછી હોવા છતાં વિશ્વેશ્વર મહાદેવ રાજપીપળા મુકામે ફુલહાર, મંગળસૂત્ર અને સિંદૂરપૂરી લગ્ન કરતાં સાગબારા પોલીસે આ બંને સામે સામે બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ સાગબારા પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતની સાગબારા પોલીસ મથકે ફરિયાદી સુનિલભાઈ વજાભાઈ રાઠોડ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ નર્મદા આરોપી વનરાજભાઈ જેમાંભાઈ વસાવા (રહે, ઉભારીયા ) સંદીપ ભાઈ અર્જુનભાઈ વસાવા (રહે, દેવસાકી ) સામે બાળ લગ્ન પ્રતિબંધક ધારા 2006 ની કલમ 10, 11(1) મુજબ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી વનરાજભાઈ તથા સંદીપભાઈ એ લગ્ન કરનાર નિખિલ કિરીટભાઈ વસાવા ની જન્મ તારીખ 23/ 7/ 1999 તથા રોશનીબેન વનરાજભાઈ વસાવા ની જન્મ તારીખ 10 /6/ 1999 બંનેના લગ્ન તા. 25/ 1 /2020 ના રોજ થયેલા તેથી નિખિલભાઇ ની ઉંમર વર્ષ 20 વર્ષ 6 માસ 2 દિવસ થતી હોવા છતાં વિશ્વેશ્વર મહાદેવ રાજપીપળા મુકામે ફુલહાર, મંગળસૂત્ર અને સિંદૂરપૂરી લગ્ન કરી તેમજ બાળ લગ્નને યોગ્ય ઠેરવવા માટે તેઓ દ્વારા મૈત્રીકરાર તા. 20 /3/20 ના કરેલ છે. આ દિવસે નિખિલભાઇ ની ઉંમર 20 વર્ષ 7 માસ 26 દિવસ થતી હોય બાળ લગ્નને મૈત્રી કરાર દ્વારા ગેરમાર્ગે દોરી નો કરતા સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

Right Click Disabled!