જિવિશ ક્લિકનિક એન્ડ રિસર્ચ તથા ચતુર્વેદ હર્બલ પ્રોડક્ટ્સના સંયુક્ત ઉપક્રમે કોવિડ 19 સામેની લડાઇને મજબૂત કરતાં ક્લિનિકલી ટેસ્ટેડ ચતુર્વેદ ઇમ્યુન બુસ્ટર લોન્ચ

જિવિશ ક્લિકનિક એન્ડ રિસર્ચ તથા ચતુર્વેદ હર્બલ પ્રોડક્ટ્સના સંયુક્ત ઉપક્રમે કોવિડ 19 સામેની લડાઇને મજબૂત કરતાં ક્લિનિકલી ટેસ્ટેડ ચતુર્વેદ ઇમ્યુન બુસ્ટર લોન્ચ
Spread the love

અમદાવાદ : કોવિડ – 19 સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા જિવિશ ક્લિકનિક એન્ડ રિસર્ચ તથા ચતુર્વેદ હર્બલ પ્રોડક્ટ્સના સંયુક્ત ઉપક્રમે આજે ક્લિનિકલી ટેસ્ટેડ ચતુર્વેદ ઇમ્યુન બુસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ વિશેષ અને નવીન પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રીઓ, વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે, જે વ્યક્તિના શારીરિક અને માનસિક આરોગ્યને તંદુરસ્ત રાખવામાં અત્યંત મદદરૂપ બની રહેશે. ઉલ્લેખનીય છે કે ચતુર્વેદ ઇમ્યુન બુસ્ટર પ્રી અન પોસ્ટ બ્લડ રિપોર્ટ સાથે 250થી વધુ ઉપર ટેસ્ટ કરાવમાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ માપદંડો સાથે દર્દીમાં ઝડપી અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. કોવિડ 19 દર્દી ઉપર પણ આ ઇમ્યુન બુસ્ટર ટેસ્ટ કરાયું છે અને માત્ર પાંચ જ દિવસમાં બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

જિવિશ ઇમ્યુન સપ્લીમેન્ટ શુદ્ધ હર્બલ કોમ્બિનેશન ધરાવે છે, જે માનવ શરીરના મહત્વપૂર્ણ અંગો અને કામગીરી ઉપર યોગ્ય નિયંત્રણ સાથે રોગપ્રતિકારકતા વધારવામાં મદદરૂપ બને છે. આ સપ્લીમેન્ટ લીવર, ફેફસાં અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગોને ડિટોક્સ કરવામાં ઉપયોગી બને છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં જિવિશ ક્લિનિક એન્ડ રિસર્ચના સ્થાપક ડો. સતિષ રસાલે જણાવ્યું હતું કે, “કોઇપણ વાઇરસનો સામનો કરવા માટે જો તમારી રોગપ્રતિકારક સિસ્ટમ મજબૂત હોય તો મોટાભાગે વ્યક્તિઓનું શરીર ઝડપથી એન્ટીબોડી વિકસાવે છે. આજે બજારમાં ઘણી પ્રોડક્ટ્સ ઇમ્યુન બુસ્ટરના નામે વેચાઇ રહી છે ત્યારે ગ્રાહક અથવા દર્દીએ સમજવું અત્યંત જરૂરી છે કે કઇ પ્રોડક્ટ્સ અસરકારક છે અને કઇ નથી. એક સામાન્ય બ્લડ ટેસ્ટથી પણ તમે સરળતાથી પ્રોડક્ટની અસરકારકતા વિશે જાણકારી મેળવી શકો છો.

સંપૂર્ણ બ્લડ કાઉન્ટના માપદંડોઃ

  1. વ્હાઇટ બ્લડ સેલ (ડબલ્યુબીસી) – બેક્ટેરિયા, વાઇરસ અને જર્મ ઉપર હુમલો કરીને ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે.
  2. પ્લેટલેટ્સ – જો વ્યક્તિના શરીરની રક્તવાહિનીને નુકશાન થયુ હોય તો તે પ્લેટલેટ્સને સિગ્નલ આપે છે. પ્લેટલેટ નુકશાન પામેલી જગ્યાએ પહોંચીને ગઢ્ઢો બનાવે છે, જેથી તેને ઇજાને નિયંત્રણમાં લઇ શકાય.
  3. લિમ્ફોસાઇટ્સ – એન્ટીબોડી વિકસાવવામાં આ અત્યંત મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે અને તેનાથી શરીરને બેક્ટેરિયા, વાઇરસ અને અન્ય જોખમો સામે સુરક્ષિત રહેવામાં મદદ મળે છે.
  4. ન્યુટ્રોફિલ્સ – તે એક પ્રકારના બ્લડ સેલ છે, જે ડેમેજ થયેલી પેશીઓમાં રૂઝ લાવે છે અને ઇન્ફેક્શન દૂર કરે છે.
  5. બેસોફિલ્સ – જો તેનું પ્રમાણ વધુ હોય તેનો મતલબ શરીરમાં ગંભીર ઇન્ફ્લેમેશન હોઇ શકે છે અથવા તેનાથી બોન મેરોમાં મોટી સંખ્યામાં બ્લડ સેલનું નિર્માણ થાય છે. જો તેનું પ્રમાણ ઓછું હોય તો તેનું કારણ ગંભીર એલર્જિક રિએક્શન હોઇ શકે છે.
  6. ઇસિઓનોફિલ્સ – આ સ્થિતિ મોટાભાગે પેરાસાઇટિક ઇન્ફેક્શન સૂચવે છે, જે એક પ્રકારનું એલર્જિક રિએક્શન છે.
  7. મોનોસાઇટ્સ – જો તેનું પ્રમાણ વધુ હોય તો શરીર કોઇની સામે લડી રહ્યું છે અથવા પ્રમાણ નીચું હોય તો એકંદર વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટમાં ઘટાડો હોઇ શકે છે.
  8. સી-રિએક્ટિવ પ્રોટિન – લોહીમાં સીઆરપીનું ઉંચું પ્રમાણ ઇન્ફ્લેમેશનનો સંકેત હોય છે. તે વિવિધ પરિસ્થિતિમાં સર્જાઇ શકે છે.

ઉપરોક્ત વિગતો અંગે જાણકારી આપતાં ડો. રસાલે ઉમેર્યું હતું કે, “કોવિડ 19 અંગે વધુ પડતું હાઇપ ઉભું કરવામાં આવ્યું છે. એક સામાન્ય અને સસ્તા બ્લડ ટેસ્ટ દ્વારા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વિશે જાણકારી મેળવી શકાય છે અને ચતુર્વેદ ઇમ્યુન બુસ્ટર જેવી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સથી કોરોનાનો સામનો કરી શકાય છે.” અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર સ્થળો ઉપર ઉપયોગમાં લેવાતા થર્મલ સ્ક્રિનર્સ કોરોનાની ઓળખ કરી શકતું નથી. વધુમાં આઇસીએમઆરે પણ કહ્યું છે કે કોવિડ 19 રેપિડ ટેસ્ટ કીટ સર્વેલન્સ માટે જ ઉપયોગી છે. આ પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી એકમાત્ર અસરકારક ઉપાયને અપનાવવો સલાહભર્યું છે.

02.jpg

Right Click Disabled!