જીમ ટ્રેનર વસીમ સગીરાને રિવેરા જામ રેસીડેન્સી હોટલમાં લઈ ગયો, રિસેપ્શનીસ્ટે અન્ય યુવતીના આઈકાર્ડનો દુરુપયોગ કર્યો

જીમ ટ્રેનર વસીમ સગીરાને રિવેરા જામ રેસીડેન્સી હોટલમાં લઈ ગયો, રિસેપ્શનીસ્ટે અન્ય યુવતીના આઈકાર્ડનો દુરુપયોગ કર્યો
Spread the love
  • દુષ્કર્મનો આરોપી સગીરાને બોગસ આઇકાર્ડ વાપરી હોટલમાં રોકાતો, દુષ્કર્મની ફરિયાદ બાદ બીજો ગુનો

શહેરમાં રહેતી એક સગીરાને જીમ ટ્રેનર યુવાન લલચાવી ફોસલાવીને અવાર નવાર હોટલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતા તેની સામે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની તપાસમાં ખુલ્યુ છે કે, યુવક જે હાલમાં સગીરાને લઇ જતો હતો ત્યાં તે અન્ય યુવતીનું બોગસ આઇકાર્ડ આપતો હોવાનું ખુલતા પોલીસે તેની અને હોટલના રિસેપ્શનિસ્ટ સામે ગુનો નોંધ્યો છે. જામનગર શહેરમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવીને જીમ ટ્રેનર વસીમ ઇસ્માઇલ દરવાજા હોટલમાં અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો.

જે અંગે સગીરાના પિતાએ સીટી એ ડિવિઝનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઇ હતી. જે હોટલમાં જીમ ટ્રેનર સગીરાને લઇને જતો હતો તે હોટેલ રિવેરા જામ રેસિડન્સીમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું, આ સગીરાને બદલે અન્ય યુવતીનું આઇકાર્ડ ઉપયોગમાં લેવાતું હતું. જેથી પોલીસે વસીમ દરજાદા તેમજ હોટલના રિસેપ્શનિસ્ટ મનીષ સામતભાઇ વશરા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વસીમનો જેલમાંથી ફરી કબજો લેવાશે
દુષ્કર્મના આરોપી વસીમ દરજીડાને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. જ્યાં તેણે તમામ કબુલાત આપી હતી. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટએ તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આજે બીજો ગુનો નોંધાતા પોલીસ હવે તેનો જેલમાંથી ફરી કબજો મેળવી.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_144924.png

Right Click Disabled!