જુનાગઢ જિલ્લાના માંગરોળમાં લાલુકીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં લાલુકીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Spread the love

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં તિરુપતિ નગરમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ લાલુકીયા (નિવૃત ASI) કે જેઓ માંગરોળના DYSP ઓફિસમાં લાંબા સમય સુધી પોતાની ફરજ બજાવતા હતા અને નિવૃતિ બાદ સમાજ લક્ષી કાર્યો કરતા હતા. જેમનું તા.૦૮-૦૭-૨૦૨૦ અષાઢ વદ ત્રીજને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના શ્રી પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકને જાણ કરતા શ્રી *રાજેશભાઈ સોલંકી અને હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.જે ચક્ષુ નરેશભાઈ વાઘેલા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને પહોંચાડેલ છે.
નિવૃત ASI ભીખુભાઈનો પરિવાર શિક્ષણ અને પોલીસખાતામાં જોડાયેલ છે.તેમના પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન બિરદાવે છે અને ભીખુભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. લાલુકીયા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
લાલુકીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

ll જય શ્રી કૃષ્ણ ll

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200709-WA0013.jpg

Right Click Disabled!