જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલ્યો

જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલ્યો
Spread the love

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તથા જુગારની પ્રવૃતિ કરતા ઇમસો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરી પાસા તડીપારની દરખાસ્તો મુકવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. જી. જાડેજા સાહેબનાઓની સુચના મુજબ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા આવી પ્રવૃતિ કરતા ઇસમો પૈકી અશોકભાઇ ભગુભાઇ વાંક રહે. બલીયાવડવાળા વિરૂધ્ધ જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.ન. થર્ડ ૨૪૦/૧૯ પ્રોહી ક. ૬૫ ઇ વિ. મુજબનો ગુન્‍હો દાખલ થયેલ જે ગુન્‍હામા મજકુરને અટક કરવામા આવેલ.

તેની પાસા દરખાસ્ત તૈયાર કરી શ્રી જીલ્લા મેજી. સાહેબ જુનાગઢ ને મોકલતા તેઓ તરફથી મજકુર વિરૂધ્ધ પાસાનુ વોરંટ ઇસ્યુ કરતા આજરોજ તા. ૨૦/૩/૨૦૨૦ ના ક.૨૦/૩૦ વાગ્યે મજકુર સામાવાળા અશોકભાઇ ભગુભાઇ વાંક રહે. બલીયાવાડ વાળાની હકિકત મળતા અમો (વિ.યુ.સોલંકી) તથા તથા એ.એસ.આઇ.વી.એલ.પાતર તથા પો. કોન્સ. કરણભાઇ વાળા તથા પો.કોન્સ. ભરતભાઇ ઢોલા તથા પો.કોન્સ. લખમણભાઇ કટારા તથા પો. કોન્સ. જેતાભાઇ દિવરાણીયાએ પકડી પાડી સદરહુ પાસા વોરંટની બજવણી કરી વડોદરા સેન્ટ્રલ
જીલ્લા જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200321-WA0029.jpg

Right Click Disabled!