જુનાગઢ : વાસ્મો દ્વારા મેસવાણ ખાતે 10.29 લાખના વિકાસના કામો મંજૂર કરાયા

Spread the love

જુનાગઢ : કેશોદ તાલુકાના મેસવાણ ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૦.૨૯ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. મેસવાણ ગામની ૧૦૪૪ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા મેસવાણ ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૦.૨૯ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાણી વિતરણ પાઇપલાઇન,આરસીસી ભૂગર્ભ પંપીંગ મશીનરી માટે, પમ્પ હાઉસ,કુવો રીપેરીંગ,અવેડો, પાવર કનેશકશન સહિતના આનુસંગીક કામો હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!