જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ”

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ”
Spread the love

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આયોજિત જેસીઆઇ વીક 2019 અંર્તગત “ફેશ ટુ ફેશ આઇકોન મીટ”  નું આયોજન કરવામાં આવ્યું. જેમાં જેસીઆઇ ના વર્લ્ડ વાઈસ પ્રેસિડેન્ટ જેસી અર્પિત હાથી સર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતાં, તેમજ ઝોન વાઈસ પ્રેસિડેન્ટ જેસી ડો.દર્શન મિર્ઝાદી સરે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

આ પ્રસંગે સાઇલન્ટ સોશ્યલ વર્કર તરીકે સમાજમાં કામ કરતી સંસ્થા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને હેમાબેન પટેલને તેમના સમાજ સેવા ના ઉત્તમસેવા કાર્યો કરવા બદલ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં અને સાથે સન્માન પત્રક પણ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતાં.આ પ્રસંગે સર્વ હેપીનેશનાં નિતિનભાઈ ટેલરનું પણ આ શ્રેણીમાં સન્માન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ભુતપૂર્વ પ્રમુખ શ્રી સુનિલભાઇ નેવે અને શ્રી ચિરાગભાઈ શાહ ને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જેસીઆઇ ના જેસી પ્રેસિડેન્ટ હુસૈન ગુલામહુસૈનવાલા, પ્રોજેક્ટ ચેરમેન જેસી હર્ષ પટેલ, પ્રોજેક્ટ  કો-ચેરમેન જેસી આશિષ સેઠ, જેસી વીક કો ઓર્ડીનેટર જેસી રાકેશ શાહ, જેસી પિનાકીન જાદવ, પ્રોજેક્ટ ડાયરેક્ટર જેસી અક્ષય પટેલ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ જેસી આશિષ સેઠ અને જેસી ધરમપાલ ભાટી અને ઓ.સેક્રેટરી જેસી સબ્યસચી દાસ તથા ભુતપૂર્વ પ્રમુખો અને મોટીસંખ્યામાં જેસીઆઇ ના સભ્યગણોએ હાજરી આપી હતી.

Right Click Disabled!