જૂનાગઢના ખેડૂતો ચણા ઘઉંના બિયારણ માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે

Spread the love
  • ખેડૂતોએ ચણા-ઘઉંમાંથી એક પાકની જાત માટે નોંધણી કરવી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી ૨૦૨૦-૨૧ ઋતુમાં વાવેતર માટે ચણાની GJG-૩ અને GG-5 તથા ઘઉંની LOK-1,GW-366,GW-451 અને GJW-463 જાતોના પ્રમાણિત બિયારણ ની ફાળવણી માટેની ઓનલાઇન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૨૧/૦૯/૨૦૨૦ થી ૩૦/૦૯/૨૦૨૦ સુધી કરવાની રહેશે. ખેડૂતો એ બન્ને પાકમાં થી કોઈપણ એક કલાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી. એટલે કે જે ખેડૂતે જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. જે ખેડૂતો ની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૂ.યુ, જૂનાગઢ (મેગાસિડ) ખાતે લેવા આવવાનું રહેશે.

ખેડૂતો એ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ ચણા અથવા ઘઉંની જાતનું બિયારણ તે જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પાંચ બેગ સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે અરજીને ઓનલાઇન નોંધણી શરૂ થાય તે પહેલા ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂત ભાઈઓએ જૂ.કૂ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઇન નોંધણી અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધિત માહિતી માટે જૂ.કૂ.યુ. ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ૦૨૮૫-૨૬૭૦૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા કૃષિ મહાવિદ્યાલય કૃષિ યુનિવર્સિટી બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ જૂનાગઢના પ્રાધ્યાપક અને વડા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!