જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 6 કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં પસવાડીયા, મેસવાણ, કેશોદ અને માંગરોળ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

કેશોદના પસવાડીયા ડાયાભાઇ ગેલાભાઇ રાવલીયાનાં ઘરથી ઉકાભાઇ દેસાભાઇ રાવલીયાનાં ઘર સુધીનો વિસ્તાર, કેશોદના મેસવાણ ગોરીયા પ્‍લોટ, જમનાદાસ અંબાવીભાઇ લાડાણીનાં ઘરથી પરસોતમભાઇ રૂડાભાઇ કગથરાના ઘર સુધીનો વિસ્તાર, કેશોદના વેરાવળ રોડ, વનરાજ નગર-૨ માં આવેલ (હિના) બ્લોચ અમીનભાઇ મુસાભાઇના મકાન થી (ગાત્રાળ) કથીરીયા અશ્વીનભાઇ નારણભાઇ ના મકાન તેમજ ચાંદેગરા દેવરાજભાઇ નાનજીભાઇનાં મકાન સુધીનો વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

કેશોદના વૃંદાવન કોમ્પ્‍લેક્ષ પાછળ વૃંદાવન નગરમાં આવેલ રિધ્ધિ સિધ્ધિ પાન તેમજ ભાણવડીયા હોસ્પીટલ તથા મધરકેર હોસ્પીટલ થી ચાની હોટલ સુધીનો, કેશોદના સરદારનગરમાં આવેલ ઝાંઝીબેન દેવાનાં ઘરથી ભુરા વાસણનાં ઘર સુધીનો વિસ્તાર, માંગરોળ બંદર બઇ વિસ્તારમાં આવેલ બાબુ રામજી ગોસીયાનાં મકાન તથા હરજી રામજી ખોરાવાનાં મકાનથી પથુ હીરાનાં મકાન તેમજ કૈલાસ વિશ્રામ ભાદ્રેચાનાં મકાન થી પાણીનાં ટાંકાવાળી ખુલ્લી જમીનનો વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા.૨૭ સપ્ટેમ્બર-૨૦૨૦ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!