જૂનાગઢના વંથલી, ભેંસાણ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

જૂનાગઢના વંથલી, ભેંસાણ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર
Spread the love

જૂનાગઢના વંથલી, કેશોદ, વિસાવદર સહિતના તાલુકાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાં મુજબ કેશોદ-નગરપાલીકાના વોડ નં.૧ માં સમાવિષ્ટ આલાપ કોલોનીમાં આવેલ પરબતભાઇ દેવદાનભાઈ ડાંગરનું મકાન. જુનાગઢ  (ગ્રામ્ય) જામકા-જામકા ગામે ડોબરીયા વાડી વિસ્તારમાં આવેલ રામજીભાઇ પરબતભાઇ ડોબરીયાનું મકાન તથા ભીમજીભાઈ પરબતભાઇ ડોબરીયાનું મકાન. માળીયાહાટીના-ભંડુરી-ગામના “કોળીવિસ્તાર”માં આવેલ વિનોદભાઇ રામજીભાઇ વાઘેલાનું રહેણાંક મકાન. સમઢીયાળા–ગામના સીમતળ વિસ્તારમાં આવેલ સ. નં.૭૪/પૈકી-૨ માં આવેલ રહેણાંકીય મકાન.

મેંદરડાના બરવાળા ગામે આવેલ વલ્લભભાઈ કરશનભાઇ વેકરીયાનું મકાન. નગલપુર ગામે આવેલ મનજીભાઇ લક્ષ્મણભાઈ ચોવટીયાનું મકાન. ભેસાણના સરદારપુર ગામે કાથરોટીયા શેરી તથા સરદારપુર ગામની સીમમાં આવેલ છગનભાઇ કરમશીભાઈ કાથરોટીયાની વાડી. છોડવડી ગામે વૈષ્ણવ પ્લોટ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. વિસાવદરના બરડીયા ગામે ગજેરા ફળી વિસ્તારના ૩ મકાનમાં ૧-પરસોતમભાઈ નથુભાઈ ગજેરા. ૨-ધીરૂભાઈ બાબુભાઈ ગજેરા. ૩-દામજીભાઈ કાનજીભાઇ પેથાણીના મકાન. મોટી મોણપરી ગામે પ્લોટ વિસ્તાર,સરકારી દવાખાનાની સામેની શેરીમાં આવેલ રમેશભાઈ બચુભાઈ દોંગાનો ડેલો કુલ-૧ મકાન. મોટીમોણપરી-મોટીમોણપરી ગામે પાણીના ટાંકા પાસે,વાસ વિસ્તારમાં ભરતભાઈ બટુકભાઈ દૂધાત્રાનું મકાન.

મોટાકોટડા ગામે ગોરખપુર ચોકડીના કુલ બે મકાન ૧. દેવશીભાઈ રામજીભાઇ ભાયાણી,૨-જગુભાઈ રામજીભાઇ ભાયાણી. કાનાવડલા ગામે જેરામભાઈ વાલાણીનો ડેલો કુલ મકાન ૧.જૂનીચાવંડ-જૂનીચાવંડ ગામે વિસાવદર રોડ ઉપર આવેલ કુલ-ર મકાનદ ૧-રાજેશભાઇ ધનજીભાઈ વિરાણી,૨-યોગેશભાઈ કાંતિભાઈ વિરાણીના મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. વિસાવદર શહેરમાં નગરપાલીકાના વોર્ડ નં.૬ માં સમાવિષ્ટ જીવાપરા વિસ્તારના શેરી નં.૨ ના દેવાંગભાઈ ઓઝાના ઘરથી કિશોરભાઇ રઘુભાઈ રીબડીયાના ઘર સુધી અને સામે હનુમાન મંદિરથી રમેશભાઈ બટુકભાઈ રીબડીયાના ઘર સુધી.

કેશોદ નગરપાલીકા વોર્ડ નં.૪ માં આવેલ ગાંધીનગર સોસાયટીમાં આવેલ મુકેશભાઇ નાથાભાઈ મક્વાણાનું મકાન. વંથલી નગર પાલીકા વોર્ડ નં.૩ માં આવેલ લક્ષ્મીદાસ કુરજીભાઈ ટીલવાનું મકાન તથા વલ્લભભાઈ ભુરાભાઈ ચાંગેલાનું મકાન. નવલખી ગામે વોર્ડ નં.૩ માં આવેલ દિપકભાઈ મગનભાઇ ચોટલીયાનું મકાન. સાંતલપુર ગામે વિનોદભાઇ જમનાદાસભાઈ મોણપરાનું ઘર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.ઉપરાંત કન્ટેમેન્ટ એરીયાની આજુબાજુનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૨૮ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!