જૂનાગઢના વંથલી-ભેંસાણ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

Spread the love

જૂનાગઢના વંથલી,માણાવદર,કેશોદ,માંગરોળ, વિસાવદરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાં મુજબ વંથલી ના કોયલી ગામે વાડલા ફાટક પાસે આવેલ મંગલમુર્તિ વિકલાંગ ટ્રસ્ટની તાલીમ બિંલ્ડીગ તથા હોસ્ટેલ બિલ્ડીગ. વંથલીના વાડલા ગામે વોર્ડ નં ૬મા આવેલ રવીભાઇ હરસુખભાઇ ત્રાંબડીયાનું મકાન , રસીકલાલ અંબાવીભાઇ ત્રાંબડીયાનું મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

માણાવદરના પીપલાણા ગામે ચોટલીયા શેરીમાં આવેલ શાંતીભાઇ કાનજીભાઇ ચોટલીયાનું મકાન. કેશોદ નગરપાલીકાના વોર્ડ નં-૬ માં આવેલ રામવાડીમાં આવેલ કે.કે. પેલેસનો પહેલો માળ.માંગરોળ નગરપાલીકાના વોર્ડ નં -૯ માં સમાંવિષ્‍ટ લાલબાગ વિસ્તારમાં આવેલ રાબીયાબેન ઇબ્રાહીમભાઇ કાલવાતનું મકાન. ભેસાણ ગામે આંબાવાડી પ્‍લોટ વિસ્તાર, ૩-જી શેરી. રાણપુર ગામે પંચમુખી હનુમાન શેરી, ૨-જી બજાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વિસાવદર ચાંપરડા ગામે ઘીરૂભાઇ વાણંદ વાળી શેરીમાં આવેલ હિતેષભાઇ બાબુભાઇ ભેસાણીયાનું મકાન. ગોવીંદભાઇ ઘુસાભાઇ બુહાનું મકાન, ગોબરભાઇ રણછોડભાઇ ભેસાણીયાનું મકાન. ચાંપરડા ગામે ગરબીચોક વાળી શેરીમાં આવેલ કપીલભાઇ બાબુભાઇ ટાંકનું મકાન, હરેશભાઇ પાંચાભાઇ ટાંકનું મકાન, પ્રવિણભાઇ નાગજીભાઇ ટાંકનુ મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વિસાવદરના સરસઇ ગામે કવી શેરીમાં આવેલ ઘનસુખભાઇ વેલજીભાઇ વાઘેલાનું મકાન,રામજીભાઇ બાલુભાઇ વાઘેલાનું મકાન, બાઘાભાઇ મેઘજીભાઇ વાઘેલાનું મકાન. વિસાવદર કાલસારી ગામે શિવમ હેર આર્ટથી વિરામ કટલેરી સ્ટોર સુઘી તથા રામજી મંદિર સુધીના મકાન. વિસાવદર જુની ચાંવડ ગામે વિસાવદર રોડ ઉપર આવેલ અરવિંદભાઇ જીવરાજભાઇ તળાવીયાનું મકાન. વિસાવદર શોભાવડલા (લશ્કર) ગામે બાબુભાઇ પોપટભાઇ ભેસાણીયાનો ડેલો,અમરમાના ધુણા મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વિસાવદર શહેરમાં શ્યામ નગર/આંબલીયાવાળી શેરી માં આવેલ મિતેષભાઇ રીબડીયાના ઘરથી કિશોરભાઇ ભાખરના ઘર સુઘી નો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. ઉપરાંત કન્ટેમેન્ટ એરીયાની આજુબાજુનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૨૭ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!