જૂનાગઢની એમ. પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોનો પ્રવેશ શરૂ

Spread the love

જૂનાગઢ સ્થિત એમ.પી. શાહ સરકારી અંધ શાળામાં જૂન-૨૦૨૦ થી સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ બાળકોને શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે. જૂનાગઢમાં એમ.પી. શાહ સરકારી અંધ શાળા,હાથીખાના મેદાન એમ.જી.રોડ જૂનાગઢ ખાતે આવેલ છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીની બ્રેઇલ લિપિમાં શિક્ષણ, ઉદ્યોગ અને સંગીતમાં વિશારદ સુધીનું શિક્ષણ તથા કોમ્પ્યુટરનું વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે.

આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને અંતેવાસી તરીકે રહેવાની, જમવાની તથા અભ્યાસને લગતી તમામ સગવડ અને રમત-ગમત તથા મનોરંજનની બાળકોને જરૂરી એવી દરેક વ્યવસ્થા સરકાર તરફથી નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે આચાર્યશ્રીનો સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધીમાં ફોન નં- ૯૯૨૪૯૬૭૧૮૩ પર સંપર્ક કરવા જણાવવમાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!