જૂનાગઢમાં ગુજકેટ-2020, ધો. 12 વિ.પ્ર પૂરક પરીક્ષાની માર્કસીટ મેળવી લેવી

Spread the love

જૂનાગઢ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના મુજબ ગુજકેટ-૨૦૨૦ તથા ધો.-૧૨ વિ.પ્ર.પૂરક પરીક્ષાના પરિણામનું વિતરણ તા. ૧૫/૦૯/૨૦૨૦ના રોજ કરવામાં આવનાર છે. ગુજકેટ-૨૦૨૦ તથા ધો.-૧૨ વિ.પ્ર. પૂરક પરીક્ષાના પરિણામ વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાઓએ જિલ્લાના વિતરણ કેન્દ્ર- સરકારી ગર્લ્સ હાઇસ્કુલ- આઝાદ ચોક, જૂનાગઢ ખાતેથી તા.૧૫/૦૯/૨૦૨૦ મંગળવારના રોજ સવારે ૯-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમ્યાન મેળવી લેવા જણાવવામાં આવે છે.

વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્યશ્રી/શિક્ષક/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરીણામ મેળવી શકશે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી વિધાર્થીઓને તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ કોરોના બાબતે સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરીને વિધાર્થીઓને આ ગુણપત્ર વિતરણ કરવા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની અખબારીદ યાદીમાં જણાવવામાં આવે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!