જૂનાગઢમાં જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો

જૂનાગઢમાં જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો
Spread the love

જૂનાગઢ ખાતે જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં આઠ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જૂનાગઢ ખાતે ગિરનાર દરવાજા સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કોરોના સંદર્ભે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લગ્ન સ્થળ સંપૂર્ણ સેનીટાઇઝ, તેમજ અન્ય આરોગ્ય વિભાગના માપદંડનું પાલન કરવા સાથે યોજાયો હતો. આ તકે જૂનાગઢ જિલ્લાના અગ્રણીઓ સામાજિક સંસ્થાના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

bd1a7014-2aed-4fde-9fc7-b4b321702931.jpg

Right Click Disabled!