જૂનાગઢમાં શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ

જૂનાગઢમાં શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ
Spread the love
  • મહાનુભાવો દ્વારા શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું

જૂનાગઢ : આજ રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાત સરકાર શ્રી અને જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના માનમાં બે મિનિટનું મૌન રાખીને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયે અભિવાદન કરેલ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યાર બાદ મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકાની ભાટગામ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી નરેશભાઈ શુકલને જિલ્લા કક્ષાએ પ્રથમ જ્યારે બરવાળા માધ્યમિક શાળાના શિક્ષક શ્રી શેલડીયા મગનલાલને દ્રીતીય ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભેસાણ તાલુકાના ઢોળવા પ્રાથમિક શાળાના શ્રી દિલીપકુમાર મકવાણાને તાલુકા કક્ષાનો પ્રથમ ક્રમે જ્યારે ઉમરાળી પ્રાથમિક શાળાના અમિતભાઈ દ્વિતીય ક્રમે પસંદ થયેલ છે તેમજ માળિયા તાલુકાના વિસણવેલ પ્રાથમિક શાળાના શ્રી પરેશગીરી મેઘનાથી, કેશોદ તાલુકાના પ્રાથમિક શાળાના શ્રીતેજસકુમાર મહેતા તેમજ વંથલી તાલુકાના શ્રી કૃણાલ મારવાણિયાની તાલુકા કક્ષા એ પ્રથમ પસંદગી થયેલ હતી.

આ વિજેતા શિક્ષક શ્રી ને જિલ્લા કક્ષાએ વિજેતા થનારને ૧૫,૦૦૦૦ અને તાલુકા કક્ષાએ વિજેતા થનારને ૫,૦૦૦ નો ચેક અર્પણ કરી સન્માન પત્ર આપવામાં આવ્યૂ હતુ. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ માં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય જૂનાગઢ ને સન્માન પત્ર અને એક લાખ પુરસ્કાર આપવામાં આવ્યું હતુ. આ તકે મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સેજાભાઈ કરમટા, ધારાસભ્ય શ્રી કેશોદ દેવાભાઈ માલમ, કલેકટર ડો. સૈારભ પારઘી,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભારતીબેન કુંભાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી. જેઠવા, પ્રાચાર્યશ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડો. કે.કે. કરકર તથા જિલ્લા શાળા સંચાલક મંડળ, આચાર્ય સંઘ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તથા સરકારી શિક્ષક સંઘ તથા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200905-WA0132.jpg

Right Click Disabled!