જૂનાગઢ આરટીઓ કચેરી તા.૨૯ માર્ચ સુધી બંધ રહેશે

Spread the love

કોરોના વાઈરસ અન્વયે તા. ૨૯ માર્ચ સુધી ડ્રાઈવીંગ ટેસ્ટ,વાહનની નોંધણી અંગેની અરજીઓ, ડ્રાઈવીંગ લાઈસન્સ ઈસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ તા. ૨૯/૩/૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવેલી છે. જેથી અરજદારો માટે તા. ૨૯/૩/૨૦૨૦ સુધી આરટીઓ કચેરી બંધ રહેશે. પરંતુ બીએસ-૪ના વાહનોની નોંધણી કરવી તા.૩૧/૩/૨૦૨૦ સુધી અનિવાર્ય હોય આ કામગીરી ચાલુ રહેશે. વાહન સંબંધિત કામગીરી માટે અરજદાર ઓનલાઈન ટેકસ અને ફી ભરી શકશે. જેની નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!