જૂનાગઢ એસટી વિભાગ દ્વારા આઇ.ટીઆઇ. ના જૂદા જૂદા ટ્રેડના એપ્રેન્ટિસોની ભરતી કરાશે

Spread the love

જૂનાગઢ એસ.ટી વિભાગ હેઠળની વિભાગીય યંત્રાલય,તેમજ ડેપોમાં સપ્ટે-૨૦૨૦ના ભરતીસત્ર માટે અલગ-અલગ જગ્યાઓ માટે એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર છે. જેમાં આઇટીઆઇના જુદા જુદા ટ્રેડના ઉમેદવારોની એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવામાં આવશે.તા. ૨૧ ઓગસ્ટ સુધિમાં ફોર્મ મેળવી ભરી દેવાના રહેશે. જૂનાગઢ વર્કશોપ તેમજ વિભાગ હેઠળના જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા, તથા જેતપુર ડેપોમાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ અને સુધારેલ એક્ટ મુજબ સપ્ટે.૨૦૨૦ ના ભરતીસત્ર માટે પાસા ટ્રેડ, મિકેનિક મોટર વિહીકલ ટ્રેડ, ટર્નર જગ્યાઓ માટે એપ્રેન્ટિસોની ભરતી તથા પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. પાસા ટ્રેડ માટે આઈ. ટી.આઈમાં કોપા ટ્રેડ એન.સી.વી.ટી. સર્ટીફીકેટ સાથે પાસ તેમજ અન્ય ટ્રેડ એન.સી.વી.ટી/જી.સી.વી.ટી સર્ટીફીકેટ સાથે આઈ.ટી.આઈ. પાસ હોય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://www.apprenticeshipindia.org વેબસાઇટ પર Candidate રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ કમ્પ્લીટ પ્રોફાઇલ અપડેટ કરી જેમાં આધાર વેરીફીકેશન કરવાનું રહેશે.

વેરીફીકેશન કર્યા બાદ એપ્રેન્ટિસ પ્રોફાઇલની નકલ તેમજ યુઝરનેમ અને પાસવર્ડ તથા રજીસ્ટ્રેશન નંબરની પ્રિન્ટ કોપી સાથે આગામી તા.૧૭/૦૮/૨૦૨૦થી તા.૨૧/૦૮/૨૦૨૦ સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવવા ઇરછતા ઉમેદવારોએ રૂ:૦૫/-ની કિમંતનું નિયમ મુજબ અરજી પત્રક વિભાગીય કચેરી,મોતીબાગ એસ.ટી.જૂનાગઢ ખાતેથી મેળવી તા.૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં સાંજના ૧૪:૦૦ કલાક સુધીમાં સંપૂણ પ્રમાણપત્ર તેમજ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં પરત જમા કરી આપવા. જે ઉમેદવારો દ્વારા આ વેબસાઇટ પર Candidateregistration તથા આધાર વેરીફીકેશન કરેલ નહીં હોય તેઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તથા વધુ માહિતી માટે વિભાગીય કચેરી એસ.ટી. જૂનાગઢનો સંપર્ક કરવો. સમય મર્યાદા બહાર મળેલ તેમજ ટપાલ દ્વારા કોઈ અરજી/ફોર્મ સ્વીકાર કરવામાં આવશે નહી. તેમ વિભાગીય નિયામક એસ. ટી. વિભાગ જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!