જૂનાગઢ એસ.ટી ડિવિઝનની ૪૯૪ બસને “રૂક જાવ”નો આદેશ

Spread the love

કોરોના વાયરસ સંદર્ભે અગમચેતીના પગલારૂપે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્રારા દૈનિક ૪૯૪ બસનુ સંચાલન રોકી દેવામાં આવશે. તા.૨૧ના રોજ સાંજના ૧૮ કલાકથી તા.૨૨ માર્ચના રોજ રાત્રીના ૧૨ કલાક સુઘી જૂનાગઢ એસ.ટી.વિભાગની ૪૯૪ બસના પૈડા થંભી જશે. એસ.ટી.ના વિભાગીય નિયામક શાહના જણાવ્યાનુસાર ૪૯૪ બસ દૈનિક ર.૦૬ લાખ કિ.મી. પ્રવાસ કરી પ્રવાસીઓને તેમના નિશ્ચીંત સ્થાન સુધી પહોંચાડે છે. આ બસોનો દૈનિક ડિઝલ વપરાશ ૪૦ હજાર લીટર જેટલો છે.

તા.૨૨ માર્ચ રાત્રીના ૧૨ કલાક બાદ એસ.ટીનું સંચાલન પૂર્વવત કરવામાં આવશે. જૂનાગઢ એસ.ટી.વિભાગ હેઠળ જૂનાગઢ ડેપો ઉપરાંત પોરબંદર ડેપો ,ઘોરાજી, ઊપલેટા, બાંટવા, કેશોદ, માંગરોળ, વેરાવળ, અને જેતપુર ડેપોના બસનુ સંચાલન કરવામાં આવેલ છે.આ તમામ રૂટોની બસો જનતા કરફ્યુ સંદર્ભે બંઘ રહેશે તેમ શ્રી શાહે વઘુમાં જણાવ્યુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!