જૂનાગઢ કૃષિ યુનિ.ની બાગાયત મહાવિધાલય ખાતે યોગ તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રન કાર્યક્રમ

જૂનાગઢ. : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની બગાયત મહાવિધાલય ખાતે ભારત સરકારના ફિટ ઇન્ડીયા મૂવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત યોગ તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રનનુ તા. ૫/૯/૨૦૨૦ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ કુલસચિવશ્રી ડો.વી.પી.ચૈાહાણ, નિયામકશ્રી વિધાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર.માલમ તથા બાગાયત મહાવિધાલયનાં ઇ/ચાં. આચાર્યશ્રી ડો. કે.એ.ખુંટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં યોગ શિક્ષકશ્રી રાજુભાઇ રાવલે યોગ અંગે માર્ગદર્શન પૂરૂ પાડેલ. કાર્યક્રમમાં બાગાયત મહાવિધાલયના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. યોગના વિવિધ આસનો તેમજ ફિટ ઇન્ડીયા ફ્રીડમ રનમાં પણ ભાગ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે બાગાયત શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.ડી.કે.વરૂ તથા રાષ્ટ્રીય સેવા આયોજનના પ્રોગ્રામ ઓફીસરશ્રી પ્રો.એચ, વી. વસાવાએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
