જૂનાગઢ : કેશોદનાં ગુમ થયેલ યુવાનની ભાળ મળ્યે પોલીસને જાણ કરવી

Spread the love

જૂનાગઢ : કેશોદનો યુવાન વિનોદભાઇ જેન્તીભાઇ જાદવ ગત તા. ૨૯-૦૮-૨૦૨૦થી જૂનાગઢ ખાતેથી ગુમ થયેલ છે. આ ઇસમ મધ્યમ બાંધાનો વાને ઉજળો આશરે પાંચ ફુટની લંબાઇ છે. તેણે ગુલાબી કલરનું ટીશર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પહેરેલ છે. તેમજ એક્ટીવા મોટર સાયકલ ગ્રે કલરની રજી.નંબર જીજે-૧૧-બીપી-૩૧૧૮ વાળી સાથે લઇ ગયેલ છે. આ ઇસમ અંગે કોઇપણ વ્યક્તિને માહિતી મળે તો કેશોદ પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૭૧- ૨૩૬૦૯૩ ઉપર જાણ કરવા પોલીસ ઈનસ્પેક્ટર ની યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!