જૂનાગઢ : કેશોદ, માંગરોળમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 10 કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

જૂનાગઢ : કેશોદ, માંગરોળ સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ ભેંસાણના ચુડા મોટી પાટી દરબારગઢ પાસે આવેલ કુલ-૪ મકાનો,ભાટગામ ગામે આવેલ કાળુભાઇ બોધાભાઇ ગુજરાતીનું મકાન કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
કેશોદ શ્રધ્ધા એપાર્ટમેન્ટનો આખો એરીયો, રામવાડી વિસ્તારમાં રામેશ્વર પાર્ક એપાર્ટમેન્ટનો આખો એરીયા, સમર્પણ હોસ્પીટલ કવાર્ટરમાં આવેલ મુકેશભાઇ ભુષણભાઇ શ્રીવાસ્તવના મકાનથી ડો.ભાવસિંહભાઇ બાબુભાઇ મોરીના મકાન સુધીનો વિસ્તાર, ગાંધીનગર સોસાયટીમાં આવેલ ઉકાભાઇ ચાંદેગરાના ઘરથી રફીકભાઇ સીડાનાં ઘર સુધીનો વિસ્તાર, રણુજાધામ ચુનાભઠ્ઠી રોડ રમેશભાઇ બાલસના મકાનથી લઇને રણુજા પાર્ટીપ્લોટ સુધીનો એરીયા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કેશોદના નાનીઘંસારી જેન્તીભાઇ નગાભાઇ કુકડીયાના મકાનથી શોભનાબેન છોટુભાઇ નેના ના મકાન સુધીનો વિસ્તાર.
માંગરોળના ચાંખવા ગામે દિનેશભાઇ ભીમાભાઇ ડાકીના ઘરની આજુબાજુમાં મુકેશભાઇ મુળુભાઇ ડાકીની મોટર રીવાઇન્ડીગની દુકાનથી લઇ માલદેભાઇ રાણાના ઘર સુધીના મકાનો તથા દુકાનો વાળો વિસ્તાર.વંથલી ના લુવારસર પંચાયત ઓફિસની પાછળ આવેલ પ્રવિણભાઇ સવજીભાઇ કોરડીયાનું ઘર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૮ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
