જૂનાગઢ : કેશોદ, વિસાવદર સહિતના તાલુકામાં વધુ 11 કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ,વિસાવદર સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વિસાવદરના બરડીયા ગામે વલ્લભભાઈ લીંબાભાઈ પેથાણીના ઘરથી કાળુભાઇ મૂળજીભાઈ વાછાણીના ઘર સુધીના મકાનો.પિયાવાના વોર્ડ નં.૨-વોર્ડ નં.૨ માં આવેલ મકાનો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

કેશોદમાં સુમન સોસાયટી પાછળ રહેતા કટારીયા ભીમજીભાઈ નારણભાઈ ના ઘરથી ચાંડેગરા જીવનભાઈ ભાણજીભાઈનાં ઘર સુધી. ડી.પી.રોડ ઉપર આવેલ સ્થાપત્ય એપાર્ટમેન્ટ-બી. શાસ્ત્રીનગરમાં આવેલ કિરણભાઈ વિનોદભાઈનાં ઘરથી જોશી ભાર્ગવભાઈ નરેન્દ્રભાઇનાં ઘર સુધી. -આંબાવાડી-૨ વિસ્તારમાં આવેલ ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટ આખો. મધુરમ પાર્કમાં આવેલ ઓડેદરા દિનેશભાઈ કાનાભાઈના ઘરથી અપારનાથી પ્રફુલભાઈ રતનગીરીના મકાન સુધી. વાંસાવાદી પ્લોટમાં આવેલ રાજુભાઇ છગનભાઇ ટાટમીયાનાં ઘરથી મયુરભાઈ જાદવભાઈ વાઢેરના ઘર સુધી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

વંથલીના કણજા(ધાર)ખાતે આવેલ અનિલભાઈ મનસુખભાઇ કરાણીયાનું ઘર.બોડકા-વોર્ડ નં.૨-પ્લોટ વિસ્તારમાં આવેલ હરીભાઈ કુરજીભાઈ ચવડાનું ઘર. અને વાડી વિસ્તારમાં આવેલ કુરજીભાઈ રામજીભાઇ ચાવડાનું ઘર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૯ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!