જૂનાગઢ ખાતે કોરોના સંદર્ભે આરોગ્ય વિષયક લેવાયેલા તકેદારીની સમીક્ષા

જૂનાગઢ ખાતે કોરોના સંદર્ભે આરોગ્ય વિષયક લેવાયેલા તકેદારીની સમીક્ષા
Spread the love
  • સમાજ તેમજ રાષ્ટ્ર હિત માટે સાવચેત રહેવા સાથે આરોગ્ય વિષયક સૂચનાઓનું પાલન કરવું આવશ્યક -શ્રી રાદડિયા

જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા અને પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જિલ્લામાં કોરોના વાઈરસ સંદર્ભે આરોગ્ય વિષયક લેવાયેલા તકેદારીની સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોરઠવાસીઓને કોરોનાની મહામારીથી મૂકત રાખવા લેવાયેલ આરોગ્ય વિષયક ઘનીષ્ઠ પગલાઓ સાથે લોકો સ્વયં કાળજી રાખે તે સમાજ અને રાષ્ટ્રહીત માટે આવશ્યક છે, તેમ જણાવી મંત્રીશ્રી રાદડિયા લોકોને રાજય સરકાર દ્વારા કોરોના વાઈરસ સંદર્ભે વખતો વખત અપાતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી જવાહભાઈ ચાવડાએ લોકોમાં ખોટી અફવાઓ ના ફેલાવા સાથે ભયનું વાતાવરણ ના સર્જાય તેમજ તમામ લોકોનું આરોગ્ય જળવાઈ તે અંગે તકેદારી લેવા જણાવ્યું હતુ. બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૈારભ પારઘીએ જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલ તકેદારીના પગલાઓની વિગતો આપવા સાથે આઈસોલેશન વોર્ડ, કવોરોન્ટાઈન ફેસેલીટીની જાણકારી આપી હતી. ડિસ્ટ્રીકટ એપેડેમીક ઓફિસરે આંતરરાષ્ટ્રીય પેસેન્જર,બહારથી આવતા લોકો માટેની સુવિધાઓની વિગતો આપી હતી.

બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા,મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૈાધરી,જિલ્લા પોલીસ વડા સૈારભ સીંઘ,ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા,અગ્રણી શશીકાન્ત ભીમાણી, દિનેશભાઇ ખટારીયા,સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશિયા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200321-WA0113.jpg

Right Click Disabled!