જૂનાગઢ ખાતે વાહનોના ફિટનેસની કામગીરીનો કેમ્પ યોજાશે

Spread the love

જૂનાગઢ ખાતે વાહનોના ફિટનેસની કામગીરીના કેમ્પનું આયોજન જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા યોજાશે. આ કેમ્પમાં વાહનના નંબરનો છેલ્લા આંકડા ૧ અને ૨ હોય તેમણે તારીખ ૪ ઓગસ્ટ , છેલ્લા આંકડા ૩ અને ૪ હોય તેમણે તારીખ ૫ ઓગસ્ટ, છેલ્લા આંકડા ૫ અને ૬ હોય તેમણે કેમ્પમાં તારીખ ૬ ઓગસ્ટ, છેલ્લા આંકડા ૭ અને ૮ હોય તેમણે કેમ્પમાં તારીખ ૭ ઓગસ્ટ, છેલ્લા આંકડા ૯ અને ૦ હોય તેમણે તારીખ ૧૦ ઓગસ્ટ ના રોજ આ કેમ્પનો લાભ લઈ શકશે.

જૂનાગઢ ખાતે આ કેમ્પ કેપ્ટન સાહેબની વાડી,મજેવડી દરવાજા પાસે યોજાશે. આ તારીખોમાં વાહનચાલકોએ ઓનલાઈન ફી ભરપાઈ કરી ફી ની રસીદ તથા વાહનોની અમલી વિમો,પીયુસી,આરસી બુક સાથે હાજર રહેવાનું રહેશે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કચેરી ખાતે કોઈપણ વાહનોના ફિટનેસની કામગીરી કરવામાં આવશે નહીં. એટલે આ કામ સંબંધિત કોઈપણ અરજદારે કચેરી ખાતે ન આવવા વાહન વ્યવહાર અધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!