જૂનાગઢ ગ્રામ્યમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 11 કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ ગ્રામ્ય,કેશોદ સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વંથલીના બંધડા-ગામે વોર્ડ નં.૪-માં આવેલ મોહનભાઈ દેવરાજભાઈ સોલંકીનું મકાન, ચંદુભાઈ દેવરાજભાઈ સોલંકીનું મકાન, નરસીભાઈ દેવરાજભાઈ સોલંકીનું મકાન, તથા હરસુખભાઈ દેવરાજભાઈ સોલંકીનું મકાન. બોડકા ગામે રમણીકભાઈ જીવરાજભાઈ ચાવડાનું મકાન, ધીરજભાઈ જીવરાજભાઈ ચાવડાનું મકાન, બાવનજીભાઈ ભોવાનભાઈ ચાવડાનું મકાન, તથા બટુકભાઈ ભોવાનભાઈ ચાવડાનું મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

કેશોદ શહેરમાં નગરપાલીકાના વોર્ડનં.૭-માં સોનલપાર્કમાં આવેલ રમેશભાઈ ખીમજીભાઈ ભાડજાના મકાનથી લઈને વલ્લભભાઈ કરમશીભાઈ રાણોલીયાના મકાન સુધીનો વિસ્તાર. કેશોદ-શહેરમાં નગરપાલીકાના વોર્ડ નં.૮-માં મેઘના સોસાયટી કર્મચારી નગરમાં આવેલ અરવિંદભાઈ દેવસીભાઈ વાજાના મકાનથી ચંદ્રિકાબેન એન. ડાકીના મકાન સુધી તથા રતીભાઈ બીજલભાઈ પરમારના મકાન સુધી તથા સામેની ગલીમાં આવેલ ભરતભાઇ એલ. જાંજર (શિવાશ્રય) સુધીનો વિસ્તાર. કેશોદ- શહેરમાં નગરપાલીકાના વોર્ડ નં.૭-માં કૃષ્ણનગર-૨ વેરાવળ રોડ પર આવેલ નિલેશભાઈ વી. ચાંડેગરાના મકાનથી લઈને નારણભાઇ રામભાઈ બાલસના મકાન સુધી તેમજ બાજુમાં અશોકભાઈ પરસોતમભાઈ સાવલીયાના મકાન સુધીનો વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. માળીયાહાટીના-ચોરવાડ ગામના “આથમણા ઝાંપા વિસ્તાર” માં આવેલ જાવિદશાહઃહુસેનખા શાહમદારનું રહેણાંકીય મકાન.

ભેસાણના-છોડવડી ગામે વાડી વિસ્તારમાં આવેલ મોહનભાઈ નાથાભાઈ અપરનાથીનું મકાન. જૂનાગઢ(ગ્રામ્ય)-ચોકી ગામે આવેલ અમરબેન મુળાભાઈ વઘેરા, કિશોરભાઇ વાલજીભાઇ વઘેરા તથા ગોરધનભાઈ લાખાભાઈ વઘેરાના મકાનો, વડાલ ગામે આવેલ શંભુભાઈ મોહનભાઈ રામોલીયા, કિશોરભાઇ લખમણભાઈ કાછડીયા તથા રમેશભાઈ વ્રજલાલ ડોમડીયાના મકાનો, વડાલ-વડાલ ગામે આવેલ વીનુભાઈ ગાગજીભાઈ કાપડીયાના મકાનો,રમાબેન મનજીભાઇ કાપડીયા તથા હરેશભાઇ તેજાભાઇ કાપડીયાના મકાન, ડુંગરપુર ગામે આવેલ મેરામભાઈ હીરાભાઈ વનારનું મકાન,ચંદુભાઈ ચનાભાઈનું મકાન તથા જાહેર પડતર જગ્યા કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા.૧૬ ઓગસ્ટ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!