જૂનાગઢ જિલ્લાનાં 12 ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂપિયા 195 લાખ મંજૂર

Spread the love
  • જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લાના ૧૨ ગામ માટે પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા સુસજ્જ કરવા રૂ.૧૯૫.૦૯ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લાસેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં આ નાણા મંજૂર કરવામાં આવ્યા છે.

પાણી પુરવઠાના મંજૂર કરવામાં આવેલ ગામોમાં જૂનાગઢના ચોરવાડી, મેવાસા (કમરી) વિરડી, વાલાસીમડી, માખીયાળા,કેશોદ તાલુકાના મોવાણા અને શેરગઢ, વિસાવદર તાલુકાના જાવલડી અને વિસણવેલ, નો સમાવેશ થાય છે. આ ઉપરાંત માળીયા હાટીના તાલુકાના વિસણવેલ, આછીદ્રા, અને વિરડી, મેંદરડા તાલુકાના અમરાપુર નો સમાવેશ થાય છે.

નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સંબંધિત ગામની પાણી સમિતિ દ્વારા કામો હાથ ધરવા સાથે કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની કાળજી લેવા જણાવ્યું છે. બેઠકમાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વી.વી.કારીયા, વાસ્મો ના જિલ્લા કો-ઓર્ડિનેટર ઈલાબેન કૈલા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!