જૂનાગઢ જિલ્લાના પેન્શનર જોગ

- બેંક મારફત પેન્શન મેળવતા પેન્શનરો એ તા. ૩૧ ઓક્ટોબર સુધીમાં હયાતીની ખરાઇ કરાવવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) પેન્શન મેળવતા તમામ પેન્શનરો એ તા.૩૧ ઓક્ટોબર સુધીમાં હયાતીની ખરાઇ કરાવવાની રહેશે. દર વર્ષે મે, જૂન, જૂલાઇ, માસમાં થતી હયાતીની ખરાઇ આ વખતે કોવિડ-૧૯ ના પગલે તા. ૩૧/૮/૨૦૨૦ સુધી મુદત વઘારવામાં આવી હતી. આ મુદત માં હવે ફરી વઘારો કરવામાં આવ્યો છે. પેન્શનરોએ તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધીમાં જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરી જૂનાગઢ તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) પેન્શન મેળવતા પેન્શનરો એ સંબંઘીત બેંકમાં જઇ હયાતીની ખરાઇ કરાવવાની રહેશે.
સરકારશ્રી દ્રારા પેન્શનરોને હયાતીની ખરાઇ માટે વઘુ સુવિઘા પ્રાપ્ત થાય એ માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્રારા ડીજીટલ લાઇફ સર્ટીફીકેટની પધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે. ડીજીટલ લાઇફ સર્ટીફીકેટની પધ્ધતિ મુજબ ઓનલાઇન હયાતીની ખરાઇ કરવા માંટેની સુવિઘા વેબસાઇટ એડ્રેસ WWW.jeevanpraman.gov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ સુવિઘાનો લાભ પેન્શનરો બહોળા પ્રમાણમાં મેળવે એ માટે જૂનાગઢ જિલ્લા તિજોરી અધિકારી દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સુવિધાનો લાભ લેવા માટે પેન્શનરો પાસે આધાર કાર્ડ હોવુ જરૂરી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
