જૂનાગઢ જિલ્લાના 38 રેવન્યુ ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન

Spread the love

જૂનાગઢ : રેવન્યુતંત્રમાં મહત્વની કામગીરી અને ફરજ નિભાવતા રેવન્યુ ક્લાર્કને રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદારનું પ્રમોશન અપાયું છે.આ પ્રમોશનમાં જૂનાગઢ જિલ્લાના ૩૬ રેવન્યુ ક્લાર્ક અને ૨ રેવન્યુ તલાટીનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭૪૪ જેટલા રેવન્યુ ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન અપાયું છે. જેમાંથી જૂનાગઢ જિલ્લાના ૩૮ નો સમાવેશ થાય છે. પૂર, વાવાઝોડું, દુષ્કાળ સહિતની કુદરતી આપત્તિઓ કે કોરોના જેવી મહામારીમાં રેવન્યુ તંત્રની ભૂમિકા મહત્વની હોય છે.પ્રમોશન મેળવનાર તમામ રેવન્યુ કર્મચારીઓને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને અધિક ક્લેક્ટર ડી. કે. બારિયા દ્વારા શુભેરછાઓ પાઠવવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં જેમને પ્રમોશન અપાયું છે. તેમાં તેજશ કે. જોષી, એમ. આર. ખીચડીયા, એન. વી. ઝાલા, પી. એમ. જોષી, એમ. એચ. વરૂ, જે.કે.ધાનોવા, આર.પી.કોડીયાતર, કે. એમ. પોપટ, જે. બી. ડઢાણીયા, બી.ડી.ઠાકર, પો.એસ.દેત્રોજા, કે.એચ.દાફડા, કે. વી. મહેતા, વી. જી. ડાંગર, આર. ડી. રાવલ, કે.એન.જાદવ, જે.વી.મારડીયા, એ.એલ. જાંબુકીયા, કે.એસ. ખત્રીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જી. એલ. ફીચડીયા,જે.જી.સાગઠિયા,પી. એમ. હડીયા, બી. પી. કણસાગરા, ડી. બી. પાટડીયા, જી. ડી. દવે, આર. એલ. પંડયા, જે. જી.મકવાણા, આર.ડી. ભાદરકા, એમ. એમ. ચોટલીયા, ડી. જે. જેઠવા, એ.એસ.ચૌહાણ, પી. એમ. કરમટા, સુશ્રી એચ. એમ. પરમાર, સુશ્રી પી. કે. સાંગાણી, ડી. એન. રાઠોડ, બી. વી. ભલગરીયા રેવન્યુ કલાર્ક અને મહેસુલ તલાટી એમ. એન. છોટીયાર અને જે. બી. હૂણને પ્રમોશન અપાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!