જૂનાગઢ જિલ્લામા 71મા વન મહોત્સવ અંતર્ગત 20.42 લાખ રોપા તૈયાર કરાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ૭૧ માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા રૂ.૨૦.૪૨ લાખ વિવિઘ જાતના રોપા તૈયાર કરાયા છે. જે પૈકી ૧૩ લાખ રોપાનું શાળા,ગ્રામ પંચાયત તેમજ લોકોને વિતરણ કરાશે. માળિયા હાટીના આઇટીઆઇ ખાતે આજે જૂનાગઢ જિલ્લાના જિલ્લાકક્ષાના વન મહોત્સવ ઉજવણી પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ના અધ્યક્ષ પંકજ ભટ્ટે જણાવ્યું હતું કે,વન મહોત્સવને સફળ બનાવવા લોકો સ્વયંભુ આગળ આવી તેને જન મહોત્સવ બનાવે તે આજના સમયની જરૂરીયાત છે.
તેમણે અહીં રૂખડાના વૃક્ષનું વાવેતર કરી વધુમાં કહ્યું કે, ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના સૂત્રને સાર્થક કરવા કુદરતી વનસંપદા અને પ્રકૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. વિશાળ પંટાંગણ ધરાવતી આઇ.ટી.આઇ ખાતે એક હજાર રોપાનું વાવેતર કરાયું છે. વન મહોત્સવ ઉજવણીમાં ધારાસભ્ય દેવાભાઇ માલમ,બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોષી, મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વર્તુળ એસ.કે. શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી જિલ્લા પોલીસ વડા રવિ તેજા,માળિયા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. નાયબ વન સંરક્ષક ડો.એસ.કે.બેરવાલે વન મહોત્સવ ઉજવણીની વિગતો આપવા સાથે સ્વાગત પ્રવર્ચન કર્યું હતું આર.એફ.ઓ મકવાણાએ આભારવિધી કરી હતી
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
