જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા રૂ. 970 લાખના વિકાસકામો મંજૂર કરાયા

જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા રૂ. 970 લાખના વિકાસકામો મંજૂર કરાયા
Spread the love
  • જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જરૂરિયાતના રૂ. ૯૭૦ લાખના ૫૮૧ વિકાસકામો મંજૂર કરાયા છે. આ ઉપરાંત જિલ્લાની ૭ નગર પાલીકામાં રૂ. ૧૩૪ લાખના ૨૫ વિકાસકાર્યો પણ મંજુર કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી આ વિકાસ કામોના મંજૂર કર્યા હતા. તેમણે ગ્રામ્ય જરૂરીયાતના કામો સમયમર્યાદામાં શરૂ કરવા સાથે ગુણવત્તા જાળવવા પર ભાર મુકયો હતો.

આ વિકાસ કામોમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ,૫ ટકા પ્રોત્સાહક યોજના સહિતના કામોનો સમાવેશ થાય છે.આ કામોની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ૬ માસમાં કાર્યરત કરવા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ અધિકારીઓને સૂચના આપી કામ શરૂ ન થાય તો રદ કરવા જણાવ્યું હતું. રદ કરેલા કામ અંગે જિલ્લા કલેકટરને સત્તા આપી અન્ય કામો મંજુર કરવા સ્પષ્ટ સુચના આપી હતી.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટરશ્રી એ જિલ્લા આયોજન મંડળના કામોની રૂપરેખા આપી હતી. જિલ્લા આયોજન અધિકારી ગોવાણી એ બેઠકની કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઇ વાજા, મનપા કમિશનર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

DSC_0022.JPG

Right Click Disabled!