જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કોરોનાવાઈરસ સંદર્ભે ધાર્મિક અગ્રણીઓની બેઠક

Spread the love

જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૈારભ પારઘી એ કોરોના વાઈરસ સંદર્ભે ધાર્મિક અગ્રણીઓ સંતો-મહંતોની બેઠક બોલાવી જિલ્લામાં કોરોના વાઈરસનો પગપેસારો થતો અટકાવવા જિલ્લા તંત્ર દ્વારા લેવાયેલ પગલાઓની વિગતો આપવા સાથે સૈાને સહયોગી થવા અનુરોધ કર્યો હતો. જૂનાગઢ મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૈાધરી ની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં સર્વધર્મ સમાજના અગ્રણીઓ સંતો-મહંતો અને આમ જનતા દ્રવારા સામૂહિક સંકલ્પ-સામૂહિક પ્રયાસો જ કોરોનાને હંફાવવા માટે આવશ્યક છે. તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ. બેઠકમાં ધાર્મિક અગ્રણીઓ-સમાજશ્રેષ્ઠીઓ સંતો મહંતો એ પણ કોરોના સાથે જિલ્લા તંત્ર અને રાજય સરકાર દ્વારા સાવચેતીના લેવાયેલા ઘનીષ્ઠ પગલાઓમાં સહયોગ આપવા સાથે કોરોના સંદર્ભે વખતો વખત આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા એકસૂરે અપીલ કરી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!