જૂનાગઢ જિલ્લા પ્રશાસનની માનવતાની મહેક સાથે શ્રમિકોને વતન વાપસીનો હૈયામાં હરખ

જૂનાગઢ જિલ્લા પ્રશાસનની માનવતાની મહેક સાથે શ્રમિકોને વતન વાપસીનો હૈયામાં હરખ
Spread the love
  • વતન આજે જઇશું પરંતુ રોજગારી માટે ફરી જૂનાગઢ આવીશું-શ્રમિકોનો આશાવાદ
  • જૂનાગઢથી ઉત્તર પ્રદેશ-ગોરખપુર સુધી ૧૫૮૪ શ્રમિકો સાથે શ્રમિક ટ્રેન રવાના

જૂનાગઢ : શ્રમિકોનો પોતાનાં વતન જવા તરફનો પ્રવાહ અવિરત છે. જૂનાગઢથી ઉત્તરપ્રદેશ, ગોરખપુર સુધી ૧૫૮૪ શ્રમિકો સાથે આજે શ્રમિક ટ્રેન રવાનાં કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર ઉપરાંત વંથલી, કેશોદ,માળીયાહાટીનાં અને માણાવદર તાલુકામાં વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવતા ઉત્તરપ્રદેશનાં શ્રમિકોએ જિલ્લા પ્રશાસનની માનવતાની મહેકનાં અનુભવ સાથે વતન વાપસીનો હૈયામાં હરખ હતો.

આ ટ્રેન ચાર સ્ટોપ કરશે .આગ્રા, કાનપુર, ગોંઢા, અને છેલ્લે ગોરખપુર સુધી શ્રમિકોને પહોંચાડશે. જૂનાગઢ દોલતપરામાં રહી પ્લાસ્ટીકનાં કારખાનામાં કાર્યરત પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનાં બળેલાલ અને નદીમે કહ્યુ કે વતન આજે અમે જઇશું પરંતુ અમારી રોજગારી અહીં છે. રોજગારી માટે જૂનાગઢ ચોક્કસ પરત આવીશું.અમે એક વખત પરીવારને મળવા માંગીએ છીએ. પરીવારને મળશું તો અમને શાંતીનો અનુભવ થશે.

જિલ્લા પ્રશાસનની વ્યવસ્થાની સરાહનાં કરતાં શ્રમિકો શિસ્તબધ્ધ રીતે રેલ્વે સ્ટેશને રેલ્વે અને જિલ્લા તંત્રની વ્યવસ્થામાં સહયોગી થઇ રહ્યા હતા. રેલ્વે સ્ટેશન ખાતે જૂનાગઢ પ્રાંત અધિકારી જવલંત રાવલ, કેશોદનાં પ્રાંત અધિકારી રેખાબેન સરવૈયા,નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહજી જાડેજા, જૂનાગઢ રેલ્વે સ્ટેશન મેનેજર ભટ્ટ, બી ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર આર.બી. સોલંકી,ટ્રાફીક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી.ઝાલા,રેલ્વે પોલીસ સબ ઇન્સપેક્ટર રાધાબેન મોરી,મામલતદાર અઘેરા, ચૈાહાણ મજુર અધીકારી મહાવિરસિંહ પરમાર ઉપરાંત નાયબ મામલતદાર તેમજ રેવન્યુ કર્મચારીઓએ શ્રમિકોને સુચારૂ વ્યવસ્થામાં સહયોગી થયા હતા.

રેલ્વે સ્ટેશને તમામ શ્રમિકોની મેડિકલ ચકાસણી કરવા સાથે શ્રમિકોને રસ્તામાં ભોજન પણ ઉપ્લબ્ધ બની રહે તે હેતુ ફુડપેકેટનું વિતરણ કરાયુ હતુ. ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ તાલુકા મથકો આ શ્રમિકોને સૈા પ્રથમ રાજ્ય પરિવહનની બસો દ્વારા રેલ્વે સ્ટેશને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાંની મહામારી વચ્ચે આખરે વતન પહોંચવાની વ્યવસ્થા થતાં આ શ્રમિકોએ નિરાંતનો શ્વાસ લેવા સાથે તેમનાં ચહેરા પર વતન વાપસીનો આનંદ સ્પષ્ટપણે જોઇ શકાતો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

shramik-1-8.JPG

Right Click Disabled!