જૂનાગઢ : જેલના કાચા કામના કેદીના અવસાન અંગે જિલ્લા મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરીનો આદેશ

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદીના અવસાનની મેજીસ્ટ્રેટીયલ ઇન્કવાયરી તા. ૨૩ અને ૨૪ સપ્‍ટેમ્બરના રોજ યોજાશે. જૂનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદી બલવંતગીરી ઉર્ફે બલીબાપુ છગનગીરી ગોસાઇ ( રહેવાસી જેતપુર. જિ. રાજકોટ) સીવીલ હોસ્પિટલ જૂનાગઢમાં સારવાર દરમિયાન તા. ૨૧/૪/૨૦૨૦ના રોજ અવસાન થયું હતું. આ કેસની મેજીસ્ટ્રીયલ ઇન્કવાયરી જૂનાગઢ એસડીએમને સોપાંઇ છે.

જે અન્વયે આગામી તા. ૨૩/૯/૨૦૨૦ તથા ૨૪/૯/૨૦૨૦ ના રોજ સવાર ના ૧૧ કલાક થી સાંજના ૧૭ કલાક સુધી સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી બીજા માળ, તાલુકા સેવા સદન, સરદારબાગ, જૂનાગઢ ખાતે આ તપાસ ની કાર્યવાહી ચાલશે. આ બાબતે કોઈ વ્યકિત એ રજૂઆત કરવી હોય તો રૂબરૂ આધાર પુરાવાઓ સાથે ઉપર જણાવેલ સ્થળે નકકી કરેલ સમયે રજૂઆત કરી શકશે.જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસીદ્ધ કરી જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!