જૂનાગઢ પોલીસની સંવેદનાપુર્ણ કાર્યવાહીથી મુસ્લિમ મહિલાના 16 માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત

જૂનાગઢ પોલીસની સંવેદનાપુર્ણ કાર્યવાહીથી મુસ્લિમ મહિલાના 16 માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત
Spread the love

જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે રહેતા એક મુસ્લિમ મહિલા શબાનાબેન (નામ બદલાવેલ છે) જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ને રૂબરૂ મળી, પોતાની આપવીતી જણાવેલ કે, પોતાના લગ્ન જામનગર ખાતે થયેલા હતા, પોતાનો પતિ એક સારી નામાંકિત હોટલમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોતાનો ઘર સંસાર થોડો સમય સારી રીતે ચાલેલ હતો. પરંતુ ત્યારબાદ પોતાના પતિ તથા સાસરિયા પક્ષ સાથે અણ બનાવ થતા, પોતે છેલ્લા સાત વર્ષથી પોતાના પિયર જૂનાગઢ આવી ગયેલા હતા. આ બાબતે પોતે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરીને માસિક રૂ. 4,500/- ભરણ પોષણની રકમ નક્કી કરવામાં આવેલ હતી. પોતે પોતાની વયો વૃદ્ધ માતા સાથે રહેતી હોઈ, પોતે બીમાર હોઈ, પોતાના ઘરમાં કોઈ કમાવવા વાળું પણ નથી.

લોક ડાઉન પહેલા અને લોક ડાઉનના સમયમાં પોતાના પતિ દ્વારા કોઈ ભરણ પોષણ ની રકમ જમા નહિ કરાવતા, હાલમાં ભરણ પોષણની 16 મહિનાની રકમ સિત્તેર હજાર જેટલી ચડી ગયેલ છે. નામદાર કોર્ટ દ્વારા અવાર નવાર સમન્સ વોરંટ નોટિસ કાઢવામાં આવે છે, પણ જામનગર મોકલતા, બજ્યા વગર પરત આવી જાય છે. પોતાની ભરણ પોષણની રકમ નહીં આવતા, પોતાની તથા પોતાના માતાની હાલત કફોડી થઈ ગયેલ છે. જેથી, પોતાની ભરણ પોષણની રકમ તત્કાલિક જમા થાય એવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવેલ હતી. જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા આ બાબતે મુસ્લિમ મહિલાને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે મોકલી આપી, મદદ કરવા ઘટતું કરવા સુચનાઓ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જામનગરના તત્કાલીન ડીવાયએસપી એ.બી.સૈયદનો સંપર્ક કરી, મુસ્લિમ મહિલાના પતિને બોલાવી, કાયદાની સમજ કરાવતા, મુસ્લિમ મહિલાના પતિ દ્વારા તત્કાલિક ભરણ પોષણની અડધી રકમ જમા કરાવી દીધેલ અને બાકીની રકમ પણ જમા કરાવવા બાંહેધરી આપેલ હતી. નામદાર કોર્ટમાં પણ સમાધાન કરવા સહમત થયેલ હતા. જૂનાગઢ પોલીસની સંવેદનાપુર્ણ કાર્યવાહીથી મુસ્લિમ મહિલાના 16 માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત આવતા, જૂનાગઢ પોલીસના માનવીય અભિગમથી મુસ્લિમ મહિલા ભાવ વિભોર થયેલ હતી.

આજરોજ રક્ષા બંધનનો તહેવાર હોઈ, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે મૂસ્લિમ મહિલા અચાનક આવી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરતા, પોતાના ઘરમાં પોતાને કોઈ ભાઈ નહીં હોય, કપરા સંજોગોમાં જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરતા, પોતે પોતાના ભાઈ એવા જૂનાગઢ પોલીસના રક્ષા માટે રાખડી બાંધતા હોઈ એવું જણાવી, જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના પરિવારની જેમ પડખે ઉભા રહી, માનવતા દેખાડવા બદલ આભાર વ્યક્ત પણ કરવામાં આવેલ હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200803-WA0034.jpg

Right Click Disabled!