જૂનાગઢ પોલીસે કોરોના વોરિયર્સના આત્માની શાંતિ માટે સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના

જૂનાગઢ પોલીસે કોરોના વોરિયર્સના આત્માની શાંતિ માટે સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના
Spread the love

ગુજરાત રાજ્ય સુરત શહેર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. મોહનભાઈ કાળુંભાઈ બારીયા તથા કરછ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ 19 સંક્રમણના કારણે તા. 04.09.2020 તથા તા. 05.09.2020 ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયેલ હતું. જેથી, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે હેતુસર ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ, તેઓ જે સ્થળે હોય, તે સ્થળે બે મિનિટ મૌન પાળવાના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતેં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, એએસઆઇ સંજયભાઈ ગઢવી, હે.કો. મયુરભાઈ, દેવેન્દ્રસિંહ, ટ્રાફિક બ્રાન્ચના હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, સહિતના અધિકારીઓ તથા ડિવિઝનના તમામ સ્ટાફ તેમજ ટ્રાફિક શાખાના સ્ટાફ તથા ટીઆરપી જવાનો સાથે બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દેશમાં કોવિડ 19 કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવેલ હતી. ઉપરાંત, તમામ અધિકારીઓ તથા સ્ટાફને કોરોના સામેની લડાઈ લાંબી ચાલે તેમ હોઈ, પોતાની ફરજ દરમિયાન પૂરતી તકેદારી રાખવા પણ જાણ કરવામાં આવેલ હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200906-WA0021.jpg

Right Click Disabled!