જૂનાગઢ પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને આરોપીને જેલ હવાલે કરવામા આવ્યો

જૂનાગઢ પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને આરોપીને જેલ હવાલે કરવામા આવ્યો
Spread the love

રાત્રીના સમયે ફરિયાદી સાહિલ હમીદભાઈ બ્લોચ રહે. હર્ષદનગર, જૂનાગઢ દ્વારા અજાણ્યા આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, અજાણ્યા આરોપી દ્વારા જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા, ડો. ચોખલિયાના દવાખાના સામે આવેલ પેટ્રોલ ખાતે, પ્રવેશ કરી, ઓફિસમાં રાખેલ મોબાઈલ સેમસંગ તથા ઓપો કંપનીના નંગ 02 તથા ઓઇલના ડબ્બા નંગ 50 મળી, કુલ કિંમત રૂ. 23,000/- ના મુદ્દામાલની ચોરી કરવામાં આવતા, ઘરફોડ ચોરીની ફરિયાદ કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.સોલંકી, પીએસઆઈ એમ.આર. ગોહેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એમ.આર.ગોહેલ, હે.કો. કિશોરભાઈ, નાનજીભાઈ, પી.બી.હુણ, પૃથ્વીરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે તથા ડીવાયએસપી કચેરીના ટેકનિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી જાતે દે.પુ. ઉવ. 22 રહે. ઝાંઝરડા રોડ, મોટી હવેલી, જૂનાગઢને કાળવા ચોક વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ *આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી જાતે દે.પુ.ના કબજામાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ સેમસંગ કંપની તથા ઓપો કંપનીના મોબાઈલ નંગ 02 કિંમત રૂ. 11,000/- ના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી જાતે દે.પુ.ની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, હાલમાં લોક ડાઉનના કારણે મજૂરી મળતી ના હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, ઘરફોડ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ચોરીના ગુન્હામાં પકડાયેલ હતો. હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરી, કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામા આવેલ છે. વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.આર.ગોહિલ તથા સ્ટાફ ચલાવી રહેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200906-WA0025.jpg

Right Click Disabled!