જૂનાગઢ પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હામાં ઝડપેલા આરોપીના 6 ગુન્હાઓ સામે આવ્યા

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી પો.સ.ઇ. એમ.આર.ગોહેલ, હે.કો. કિશોરભાઈ, પરેશભાઈ, અલતાફભાઇ, પો.કો. પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.
તાજેતરમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તળાવ દરવાજા પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે થયેલ ઘરફોડ ચોરી ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી ઉવ. 22 રહે. ઝાંઝરડા રોડ, મોટી હવેલી, જૂનાગઢની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં ભવનાથ ખાતે ચોરીના એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, બી ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી ઉવ. 22 રહે. ઝાંઝરડા રોડ, મોટી હવેલી, જૂનાગઢ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. બી. સોલંકી પો.સ.ઇ. એમ. આર. ગોહેલ, હે. કો. કિશોરભાઈ, પરેશભાઈ, અલતાફભાઇ, પો.કો. પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી 2014ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં, જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોનીની દુકાનમાં ચોરીના ગુન્હામાં, જૂનાગઢ શહર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સને 2020 ની સાલમાં ઘરફોડ ચોરી તથા લોક ડાઉન જાહેરનામા ભંગ એક એક એમ બે કેસમાં, ઉપલેટા ખાતે ચોરીના કેસમાં તેમજ અટકાયતી પગલાના કામે આશરે અડધા ડઝન (06 ગુન્હામાં) પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું.
ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે *વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
