જૂનાગઢ પોલીસે ઝડપાયેલા આરોપીના વધુ 12 ગુન્હાઓ સામે આવ્યા

જૂનાગઢ પોલીસે ઝડપાયેલા આરોપીના વધુ 12 ગુન્હાઓ સામે આવ્યા
Spread the love

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી હે.કો. દેવાભાઈ, પો.કો. વિક્રમભાઈ, સંજયભાઈ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં પ્રોહીબિશન અને ખૂનની કોશિશના કેસમાં પકડાયેલા આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે આશરે 525 લીટર દેશી દારૂના તેમજ ખૂનની કોશિશના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા જાતે કુંભાર ઉવ. 24 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિરની બાજુમાં, જૂનાગઢ ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા જાતે કુંભાર બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી હે.કો. દેવાભાઈ, પો.કો. વિક્રમભાઈ, સંજયભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા જાતે કુંભાર અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા જાતે કુંભારનું નામ યાજ્ઞિક હોવાની માહિતી મળેલ.

આ આરોપી રાહુલ ચાવડા સને 2014 ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં, 2015 ની સાલમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં, સને 2016 ની સાલમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલા તથા વિદેશી દારૂના બે (2) ગુન્હામાં, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હામાં, સને 2017 ની સાલમાં જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલા તથા વિદેશી દારૂના બે (2) ગુન્હામાં, સને 2018ની સાલમાં જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના પીધેલાના બે (2) ગુન્હાઓમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર સાથે એક ગુન્હામાં, સને 2019 ની સાલમાં પ્રોહી 93 ના અટકાયતી પગલામાં અને સને 2020 ની સાલમાં લોક ડાઉન જાહેરનામા ભંગના એક કેસમાં તેમજ અટકાયતી પગલાના કામે આશરે એક ડઝન (12 ગુન્હામાં) પકડાયેલ આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતું.

પ્રોહીબિશન અને ખૂનની કોશિશના ગુન્હામાં પકડાયેલ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા જાતે કુંભાર પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200908-WA0050.jpg

Right Click Disabled!