જૂનાગઢ પોલીસે દેશી દારૂના મુદ્દામાલ સાથે 2 બુલેટગરોને ઝડપી લીધા

જૂનાગઢ પોલીસે દેશી દારૂના મુદ્દામાલ સાથે 2 બુલેટગરોને ઝડપી લીધા
Spread the love

જૂનાગઢ રેંજના વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ કરી, પ્રોહીબિશન તથા જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરી, પ્રોહીબિશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનનાના પો.સ.ઇ. કે.એમ.મોરી તથા સ્ટાફને બાતમી મળેલ કે, જૂનાગઢ ઇવનગર તરફથી 2022 નંબરની અલ્ટો કાર દેશી દારૂ ભરીને આવી રહેલ છે.

જે મળેલ બાતમી આધારે ઇવનગર પાસે નાકાબંધી કરી, વાહનો ચેક કરવાની કામગીરીમાં હતા ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. હિતેશભાઈ, દેવાભાઇ, પો.કો. વિક્રમભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, સહિતની ટીમ ઉપર અલ્ટો કાર ચઢાવી, સરકારી વાહનને નુકશાન કરી, આગળ નાસવા લાગેલ, જેનો પીછો કરી, મેંદરડા બાયપાસ ચોકડી, જલિયાણ હોટલ પાસે જીઆરડી જવાનો આર.બી.રેણુકા, પી.આર.માકડિયા, જી.આર.પરમાર, અશ્વિન રાઠોડ, સહિતના સ્ટાફ મારફતે બેરીકેટિંગ કરી, રોકવાની કોશિશ કરતા, બેરીકેટિંગ ઉડાડી, અલ્ટો કાર ભગતસિંહના પૂતળા સાથે ભટકાડતાં, પાછળ સરકારી જીપમા મેંદરડા પોલીસ સ્ટાફ આવી જતા, રિવર્સ મારી, નાસવા જતા, પાછળથી જીપ મારફતે દબાવી, આરોપીઓ (1) આકાશ દીનેશભાઈ વાઢેર ઉવ. 23 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢ તથા (2) રાહુલ હરસુખભાઈ ચાવડા ઉવ. 24 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢને રાઉન્ડ અપ કરી, અલ્ટો કાર નંબર GJ-11BR-2022 માંથી દેશી દારૂ લી. 525 કિંમત રૂ. 10,500/-, અલ્ટો કાર, મોબાઈલ ફોન નંગ 03 મળી કુલ રૂ. 2,14,500/- નો મુદામાલ કબજે કરી, પકડાયેલ બંને આરોપીઓ તથા દેશી દારૂ મોકલેલ બુટલેગર રયકા મુળુંભાઈ રબારી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ તેમજ નાકાબંધીમાં રહેલ પોલીસ સ્ટાફ ઉપર ખૂની હુમલો કરવાની બાબતમાં મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરીએ સરકાર તરફે ફરિયાદી બની, ખૂનની કોશિશ નો ગુન્હો તથા પ્રોહીબિશન એકટ હેઠળ અલગ અલગ બે ગુન્હાઓ નોંધાવેલ, જેની તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

પ્રોહીબિશનનો ગેર કાયદેસર ધંધો કરતા ઇસમોને અટકાવી, નાકાબંધીમાં રહેલ પોલીસ ટીમ ઉપર કાર ચઢાવવાની કોશિશ કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા અને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જાતે પોલીસ ટીમને સાંભળી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.મોરી તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ના અધિકારીઓ દ્વારા સઘન ઊંડાણપૂર્વક તપાસ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાઓ લેવા સુચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. હિતેશભાઈ, દેવાભાઇ, પો.કો. વિક્રમભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, સહિતની પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ (1) આકાશ દીનેશભાઈ વાઢેર ઉવ. 23 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢ તથા (2) રાહુલ હરસુખભાઈ ચાવડા ઉવ. 24 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢને રાઉન્ડ અપ કરી, કોવિડ 19 નો ટેસ્ટ કરાવી, ધરપકડ કરવામાં આવેલ છે.

આ ગુન્હાની તપાસમાં રહેલ પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક તપાસ આદરી, આરોપીઓ (1) આકાશ દીનેશભાઈ વાઢેર ઉવ. 23 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢ તથા (2) રાહુલ હરસુખભાઈ ચાવડા ઉવ. 24 રહે. હાઉસિંગ બોર્ડ, રામનાથ મંદિર પાસે, જૂનાગઢને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી આકાશ દીનેશભાઈ વાઢેરને પંચેશ્ર્વરમાં રહેતા દેશી દારૂનો ધંધો કરતા આરોપી રયકા મુળુ રબારીએ પોતાનો દેશી દારૂનો મુદામાલ આ.લી. 525 નો ગડુ ચોરવાડ ખાતે અલ્ટો ફોર વ્હીલમાં નાખવા જવા રૂ. 500/- નકકી કરી, રસ્તામાં કોઈ પણ પોલીસ આડી આવે તો, ગાડી રોકતો નહી. દારૂ ભરેલી ગાડી પોલીસ માથે ચડાવીને નિકળી જજે અને પછી અમે પાછળ બેઠા છીએ, કેસ થશે તો, તને છોડાવી લેશુ તેમ જણાવેલ હોય અને પંચેશ્ર્વરથી પોતાના મિત્ર સહ આરોપી રાહુલ હરસુખભાઈ ચાવડા સાથે નિકળતા, રસ્તામાં ઇવનગર તથા મેંદરડા બાયપાસ પાસે પોલીસની ટીમ દ્વારા ગાડી રોકાવતા, આરોપીએ ગાડી રોકેલ નહી. સહ આરોપીઓ સાથે અગાઉથી નક્કી કરેલ તે મુજબ પોલીસ ટીમને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ગાડી નાખી, સરકારી જીપ સાથે ઠોકર મારી, નુકશાની કરી, ફોરવ્હીલ લઇ, નાશી જવાની કોશિષ કરતા પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરી, વટાણા વેરી દેતા, તપાસમાં રહેલ જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા બાકીના આરોપી રયકા મુળુ રબારીને પકડી પાડી, ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુન્હામાં પકડાયેલ બને આરોપીઓએ અગાઉથી ગુન્હાહીત કાવતરૂ રચી, ગુન્હામાં એકબીજાની મદદગારી કરવામાં આવેલ હોઈ, આ ગુન્હામાં કાવતરા, પુરાવાના નાશ સહિતની કલામોનો ઉમેરો કરી, મેંદરડા કોર્ટમાં રજૂ કરી દિન 01 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200907-WA0043.jpg

Right Click Disabled!