જૂનાગઢ પોલીસે પ્રોહીબિસન સહિતના ગુન્હાના આરોપીના વધુ 12 ગુન્હાઓ સામે આવ્યા

જૂનાગઢ પોલીસે પ્રોહીબિસન સહિતના ગુન્હાના આરોપીના વધુ 12 ગુન્હાઓ સામે આવ્યા
Spread the love

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ. એન. સાગારકા હે.કો. નાથાભાઈ, દેવેનભાઇ, પો.કો. ભરતભાઈ, લખમણભાઇ, નરેન્દ્રભાઇ, જૈતાભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેર કાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબારી ઉવ. 33 રહે. સરગવાડા ગામ તા.જી. જૂનાગઢ ની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબારીની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ મારામારીના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું.

પરંતુ, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.સાગારકા હે.કો. નાથાભાઈ, દેવેનભાઇ, પો.કો. ભરતભાઈ, લખમણભાઇ, જૈતાભાઈ, નરેન્દ્રભાઇ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબારી અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબારી 2013 ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન તથા રાયોટિંગ 01 કેસમાં, 2015 ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, ગંભીર ઇજા, 110 તેમજ હદપાર સહિતના 05 કેસમા, 2016 ની સાલમાં ધમકી, મારામારી, તોડફોડ સહિતના 02 ગુન્હાઓમાં, 2017 ની સાલમાં અટકાયતી પગલામાં 03 વખત, 2018ની સાલમાં અપહરણ, ખૂનની કોશિષના 01 ગુન્હા મળી કુલ 12 વખત ગુન્હાઓમાં તથા અટકાયતી પગલાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ જાતે રબારી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200915-WA0002.jpg

Right Click Disabled!