જૂનાગઢ પોલીસે 5 ગુન્હાઓમાં પકડવાના બાકી મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પોલીસ

જૂનાગઢ પોલીસે 5 ગુન્હાઓમાં પકડવાના બાકી મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પોલીસ
Spread the love

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.સાગારકા હે.કો. નાથાભાઈ, નિલેશભાઇ, પો.કો. ભરતભાઈ, લખમણભાઇ, નરેન્દ્રભાઇ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ગેર કાયદેસર હથિયારના કેસમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેર કાયદેસર હથિયાર સાથે આરોપી વસીમ સલીમભાઈ મથુપૈત્રા જાતે સુમરા ઉવ. 29 રહે. આંબલિયા ગામ તા.જી. જૂનાગઢ ની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હથિયાર ધારાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી વસીમ સલીમભાઈ મથુપૈત્રા જાતે સુમરા ઉવ. 29 રહે. આંબલિયા ગામ તા. જી. જૂનાગઢની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એક ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું.

પરંતુ, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.સાગારકા હે.કો. નાથાભાઈ, નિલેશભાઇ, પો.કો. ભરતભાઈ, લખમણભાઇ, નરેન્દ્રભાઇ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી વસીમ સલીમભાઈ સુમરા અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી આરોપી વસીમ સલીમભાઈ ગામેતી 2017ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા રાયોટિંગ એમ બે કેસમાં, 2018 ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારીના 01 કેસ તથા હથિયાર ધારાના 01 કેસ સહિત 02 કેસ ઉપરાંત જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જીરાની લૂંટના ગુન્હા મળી કુલ 05 ગુન્હાઓમાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

હથિયાર ધારાના ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી વસીમ સલીમભાઈ સુમરા પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200831-WA0009.jpg

Right Click Disabled!