જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુમ થયેલ સામાન પરત અપાવ્યો

જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુમ થયેલ સામાન પરત અપાવ્યો
Spread the love

તા. ૦૩.૦૯.૨૦૨૦ ના રોજ સાગરભાઇ જયેશભાઇ સોલંકી શાક ભાજી વેચનાર તેમના પરિવાર સાથે કામદાર સોસાયટી, જૂનાગઢ થી રાજકોટ જવા માટે રેલ્વે સ્ટેશન જવા રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં થેલો ભૂલાઈ ગયેલ હતો. જેમા તેઓની સોનાની, ચાંદીની વસ્તુઓ, કપડા, મોબાઇલ, રોકડ રકમ સહિત અંદાજીત રૂ. ૨૦,૦૦૦/- નો કીમતી સામાન હતો. જે ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય, તેમનો પરીવાર વ્યથિત થઈ ગયેલ હતો. આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. શ્રી આર.જી.ચોધરી ને કરતા, તેઓ દ્રારા જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમના પો.સ.ઇ. પી.એચ.મશરૂને જાણ કરતા કમાન્ડ & કંટ્રોલ રૂમ ના સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. શ્રી આર.જી.ચોધરી ડી સ્ટાફ હે.કો વિક્રમસિંહ ઝુંઝીયા, પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમાં, અનકભાઇ બોઘરા તેમજ જીલ્લાના કમાન્ડ & કંટ્રોલ રૂમ ખાતેના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ. રોહિતભાઇ હડીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા સાગરભાઇ જયેશભાઇ સોલંકી અને તેમના પરિવાર જે રીક્ષામાં આવેલ હતા. તે રીક્ષાનો નંબર GJ 11 VV 0345 મળી આવેલ હતો.

રીક્ષાના નંબર આધારે રીક્ષા માલિક દિપકભાઇ અમૃતભાઇ તન્ના જૂનાગઢનાઓનુ નામ સરનામું શોધી કાઢવામાં આવેલ હતું. બીજી બાજુ રીક્ષા માલિકને પોતાની રીક્ષામાં કોઇકનો થેલો હોવાનુ માલુમ પડ્યુ હતુ. જે પણ ફરીથી થેલો લઈને પરત આપવા માટે આવ્યો, પણ કોઈ મળી આવેલ ના હતું. રીક્ષા માલિકને પોલીસ દ્વારા શોધી, પોલીસ દ્વારા સાગરભાઇ જયેશભાઇ સોલંકીનો કીમતી સામાનનો થેલો સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહી થી પ્રભાવિત થઈને સાગરભાઇ જયેશભાઇ સોલંકીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા કમાન્ડ & કંટ્રોલ પોલીસ અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સાગરભાઇ જયેશભાઇ સોલંકીનો ગુમ થયેલ સામાન પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200905-WA0029.jpg

Right Click Disabled!