જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા ફરજ બજાવી રહેલ પોલીસકર્મીઓને કોરોના પોજેટિવ

જૂનાગઢ પોલીસ સ્ટાફ દ્વારા ફરજ બજાવી રહેલ પોલીસકર્મીઓને કોરોના પોજેટિવ
Spread the love

જૂનાગઢ પોલીસ છેલ્લા ચાર મહિનાથી કોરોના વાયરસ સામે સતત બંદોબસ્તમાં હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જે બંદોબસ્ત દરમિયાન જૂનાગઢ પોલીસ બેડામાંથી કોઈ અધિકારી કે કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થાય તો, તેની પૂરેપૂરી જવાબદારી પૂર્વક સાર સંભાળ લેવા તેમજ સારવાર દરમિયાન કોઈ તકલીફ ના પડે, તે માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી, કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે.

તાજેતરમાં સતત છેલ્લા ચાર મહિનાથી સતત બંદોબસ્તમાં રહેલ કોરોના વોરિયર્સ એવી જૂનાગઢ પોલીસના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.કો. કરણભાઈ જગુભાઈ વાળા તથા પો.સ.ઇ. કૃણાલ જે. પટેલ અને બાદમાં સી ડિવિઝનના પો.કો. કૈલાસભાઈ નાનજીભાઈ જોગીયાને કોરોના પોઝીટીવ આવેલ હતા. પોલીસ ડિપાર્ટમેન્ટમા પ્રથમ તાલુકા પોલોસ સ્ટેશન અને બાદમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના ઉપરોક્ત સ્ટાફને કોરોના પોઝીટીવ આવતા, તબક્કાવાર આશરે 35 જેટલા પોલોસ અધિકારીઓ તથા સ્ટાફના જવાનો હોમ કોરાંટાઇન કરવામાં આવેલ હતા.

જૂનાગઢ પોલીસના કોરોના વોરિયર્સ એવા એક પીએસઆઇ કૃણાલ પટેલ અને બે પો.કો. કરણભાઈ અને કૈલાશભાઈને કોરોના પોઝીટીવ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ એસ.એન.સાગરકા, પીએસઆઇ પી.જે.બોદર તથા સમગ્ર પોલીસ સ્ટાફ ત્રણેય કોરોના વોરિયર્સને જ્યારથી હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી સતત પડખે ઉભા રહી, તેઓના દવા દારૂ, ગરમ પાણી, જમવા, સહિતની તમામ વ્યવસ્થા સંભાળી લેવામાં આવેલ હતી.

જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ પોતે જાતે પણ ત્રણેય કોરોના વોરિયર્સ સાથે હોસ્પિટલમા દાખલ કર્યા ત્યારથી દરરોજ દિવસમાં બે વખત તબિયત અંગે પુચ્છા કરી, ખાતાના વડા તરીકે પોતાની ફરજ અદા કરવાની સાથે સાથે સારવારથી માહિતગાર રહેલ હતા. જ્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ એસ.એન.સાગરકા, પીએસઆઇ પી.જે.બોદર તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આરોગ્ય અધીકારીઓ ડો. ચંદ્રેશભાઈ વ્યાસ, ડો. રવિ ડેડાણીયા તથા ડો. ચુડાસમા સહિતના આરોગ્ય સ્ટાફ સાથે સતત સંપર્કમા રહી, કોરોના વોરિયર્સ કોરોના પોઝીટીવને તમામ પ્રકારની ઉત્તમ સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી, અવાર નવાર હોસ્પિટલાઈઝ કોરોના વોરિયર્સને મળી, જરૂરી સામાન પહોંચાડી, સતત સેવા કરી, જાતે સોશિયલ ડિસ્ટનસથી મળી, તમામ વ્યવસ્થા સાંભળી, પોતાનું કુટુંબ પણ ના કરે તેવી સેવાકીય ફરજ બજાવેલ હતી.

આ ત્રણેય કોરોના વોરિયર્સ પૈકી પીએસઆઇ કૃણાલ પટેલ એકલા રહેતા હોય, તેને જમવાથી માંડી કોઈપણ સગવડમાં ઉણપ ના આવે, તેની કાળજી રાખી, તેને પોતાના માતા પિતાની ખોટ પોતાના ખાતાના પોલીસ અધિકારીઓએ પુરી પાડેલ હતી. પીએસઆઇ કૃણાલ પટેલના માતા પિતા અમદાવાદથી આવતા, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની લાગણી જોઈને ભાવ વિભોર થયા હતા. તેઓએ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉપરાંત, ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે કોવિડ સેન્ટર ખાતે રહેલ કોરોના પોઝીટીવ પો.કો. કૈલાસભાઈએ તો ત્યાં દાખલ તમામ કોરોના દર્દીઓને હિંમત આપી, ત્યાં પણ મોટી ઉંમરના દર્દીઓની સેવા ચાલુ રાખી, તમામને કોરોના સામે લડવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધાર્યો હતો. વિશેષમાં પો.કો. કૈલાશભાઈ દ્વારા કોરોના રશિના સંશોધન માટે પોતાના બ્લડના નમૂના આપી, ખરેખર કોરોના વોરિયર્સ તરીકે સાબિત થયા છે. જ્યારે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તમામ કોરોના પોઝીટીવ દર્દીઓ પણ ભાવ વિભોર થયા હતા. જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોના વોરિયર્સ પો.કો. કૈલાસભાઈની સેવાને બિરદાવવામાં આવેલ હતી.

આ ઉપરાંત, આ ત્રણેય કોરોના વોરિયર્સના સંપર્કમાં રહેલ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ, કે જેઓ હોમ કોરાંટાઇન થયેલ તે પૈકીના 34 જેટલા પોલીસ અધિકારીઓ તથા જવાનોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા, તમામ 34 સ્ટાફ પોટ પોતાના પોલીસ સ્ટેશનોમાં ફરીથી ફરજ ઉપર હાજર થઈ ગયેલા છે. આમ, જ્યારે લોકોને કોરોના પોઝિટિવ આવે છે, ત્યારે લોકો પોતાના પરિવારજનો પાસે પણ જવા તૈયાર નથી હોતા. એવા સમયે જૂનાગઢ પોલીસના એક અધિકારી અને બે પોલીસ જવાનોને કોરોના પોઝિટિવ આવતાં, જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ થી માંડી કોન્સ્ટેબલ સુધીના જવાનો તેઓની સાથે રહી, જૂનાગઢ પોલીસ દ્વારા પોતાના જવાનો પ્રત્યે સહાનુભૂતિ બતાવી, પરિવાર ભાવના તેમજ કુટુંબ ભાવના ઉજાગર કરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200716-WA0022.jpg

Right Click Disabled!