જૂનાગઢ : પોસ્ટ બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂ 500 જાળવી રાખવી આવશ્યક

Spread the love

જૂનાગઢ : ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસની યાદીમાં જણાવ્યાનુસાર પોસ્ટ બચત ખાતા ધારકે પોતાના બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવી પડશે. જો બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવામાં નહીં આવે તો વાર્ષિક રૂપિયા 118 (રૂપિયા 100 સર્વિસ ચાર્જ + રૂપિયા 18 જીએસટી) મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે ખાતાધારકના ખાતા માંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે વસૂલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે.

પોસ્ટ બચત ખાતા ધારકોને બચત ખાતા સંબંધિત લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ જાળવી રાખવી આવશ્યક…

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!